• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રૂમમાં ભૂત દેખાતું હતું, કોઈ માનતું નહોતું એટલે આ ભયંકર પગલું ભર્યું

|
Google Oneindia Gujarati News

લખનઉઃ મને હંમેશા રૂમમાં ભૂત દેખાતું હતું, પરંતુ કોઈ મારી વાત નહોતું માનતું. ઘટનાના દિવસે પણ મને ભૂત દેખાયું હતું. આ વાતો રેલવેના વરિષ્ઠ અધિકારી રાજેશ દત્ત બાજપેયીની સગીર દીકરીએ પોલીસને જણાવી. એટલું જ નહિ તેણે પોલીસને અન્ય કેટલાય પ્રકારની અજીબો ગરીબ કહાનીઓ પણ સંભળાવી. જો કે બાદમાં તેણે ઘટનાને અંજામ આપવાની વાત કબૂલ કરી લીધી. જ્યારે કાચ પર લખેલ 'ડિસ્ક્વોલિફાઈડ હ્યૂમન'નું હેન્ડ રાઈટિંગ કિશોરીની કોપી સાથે મેળવી તો હેન્ડ રાઈટિંગ ઘણી હદે મેચ થયા.

મને ડર લાગતો હતો, પરંતુ કોઈ મારી વાત નહોતું માનતું

મને ડર લાગતો હતો, પરંતુ કોઈ મારી વાત નહોતું માનતું

મીડિયા રિપોર્ટ્સ મુજબ વિદ્યાર્થીઓએ કહ્યું કે મને રૂમમાં ભૂત દેખાતાં હતાં. ક્યારેક રૂમમાં તો ક્યારેક આંગણે. તેણે કેટલીય વાર મા અને ભાઈ સાથે આ અંગે ઉલ્લેખ કર્યો હતો. વિદ્યાર્થિનીએ કહ્યું કે તેને બીક લાગતી હતી, પરંતુ માં મારી વાત પર ભરોસો નહોતી કરતી. ક્યારેક ક્યારેક ભાઈ એની વાત માનતો હતો. વિદ્યાર્થિનીને થવા લાગ્યું કે ઘરે કોઈ તેની વાત નથી સાંભળતું. પોલીસ પૂછપરછમાં તેણે જણાવ્યું કે શનિવારે (ઘટનાના દિવસે) પણ તેને ભૂત જોવા મળ્યું હતું. કિશોરીએ કેટલાય પ્રકારની અજીબો ગરીબ કહાનીઓ સંભળાવી અને આખરે ઘટનાને અંજામ આપવાની વાત કબૂલી લીધી. પોલીસ મુજબ વિદ્યાર્થિની ચાર વર્ષથી ડિપ્રેશનમાં હતી. તેણે પોતાની ડાયરીમાં પણ કેટલીયવાર આ અંગે ઉલ્લેખ પણ કર્યો. આ ડિપ્રેશનને કારણે જ તેણે પોતાના પરિવારને તબાહ કરી નાખ્યો.

દીકરીએ જ મા અને ભાઈને માર્યા

દીકરીએ જ મા અને ભાઈને માર્યા

જણાવી દઈએ કે શનિવારે રેલવેના વરિષ્ઠ અધિકારી રાજેશ દત્ત બાજપેયીની પત્ની માલિની બાજપેયી (48), અને દીકરા સર્વદત્ત બાજપેયી (19)ની ગોળી મારી હત્યા કરી દીધી હતી. આ હત્યાકાંડની ચાર કલાકમાં જ પોલીસે ચાર કલાકમાં ચોંકાવનારો ખુલાસો કરી દીધો. પોલીસ કમિશ્નર સુજીત પાંડેયે મીડિયાને જાણકારી આપતા જણાવ્યું હતું કે રેલવેના વરિષ્ઠ અધિકારી રાજેશ દત્ત બાજપેયીની પત્ની અને દીકરાની હત્યા અન્ય કોઈએ નહિ બલકે તેમની જ નેશનલ શૂટર સગીર દીકરીએ કરી છે. આશ્ચર્યની વાત એ છે કે ચોકરીએ બંનેને ગોળી મારતા પહેલા કાચ પર 'ડિસ્ક્વોલીફાઈડ હ્યૂમન' લખ્યું હતું અને વચ્ચોવચ ગોળીનું નિશાન બનાવ્યું હતું.

કાચ પર ડિસ્ક્વોલીફાઈ હ્યૂમન લખ્યું હતું

કાચ પર ડિસ્ક્વોલીફાઈ હ્યૂમન લખ્યું હતું

આ સમગ્ર મામલો લખનઉના હાઈ સિક્યોરિટી ઝોન ગૌતમ પલ્લી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં રેલવે કોલોનીમાં આ ડબલ મર્ડરની ઘટનાને અંજામ આપવામાં આવી હતી. ડબલ મર્ડરની આ સનસનીખેજ ઘટના બાદ પોલીસે આરડી બાજપેયીનના બંગલાની તપાસ કરી તો બાથરૂમમાં એક અજીબોગરીબ વાત જોવા મળી. ત્યાં કાચ પર લાલ રંગે લખ્યું હતું 'ડિસ્ક્વોલીફાઈ હ્યૂમન' અને એકદમ વચ્ચે ગોળીનું નિશાન હતું.

રેજરથી બંને હાથ પર 100થી વધુ હુમલા કર્યા

રેજરથી બંને હાથ પર 100થી વધુ હુમલા કર્યા

જ્યારે પોલીસ આરોપી વિદ્યાર્થિનીની પૂછપરછ કરી રહી હતી તો તેણે પોતાના બંને હાથ પેન્ટના ખિસ્સામાં નાખી રાખ્યા હતા. હાથને ચુંદરીથી પણ ઢાંકી રાખ્યા હતા. એવું લાગ્યું જાણે તે કંઈ ચૂપાવવાની કોશિશ કરી રહી હોય. જે બાદ પોલીસે તેના હાથમાંથી ચૂંદડી હટાવી તો કોણી સુધી પાટો બાંધેલો જોવા મળ્યો. હથેળી પર પણ કેટલાય તાજા કટ જોવા મળ્યા હતા. પાટો ખોલીને જોયું તો 100થી વધુ કટના નિશાન જોવા મળ્યા જેણે બધાને દંગ કરી મૂક્યા. પૂછવા પર તેણે જણાવ્યું કે રેજરથી આ નિશાન તેણે ખુદ બનાવ્યા હતા. આ સાંભળી પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ અને છોકરીને વિવિધ રીતે ફેરવી ફેરવીને એક જ સવાલ પૂછવામાં આવ્યો. જો કે પોલીસે વધુ મહેનત ના કરવી પડી અને છોકરીએ ભાઈ અને માને ગોળી મારવાની વાત કબૂલી લીધી.

રાષ્ટ્રીય સ્તરની શૂટર છે આરોપી

રાષ્ટ્રીય સ્તરની શૂટર છે આરોપી

પોલીસ કમિશ્નરે જણાવ્યું કે મા અને બાઈની હત્યાની આરોપી રાષ્ટ્રીય સ્તરની શૂટર છે. તે 10 મીટર પિસ્ટલ ઈવેંટમાં ભાગ લેતી હતી. વર્ષ 2014માં તેણે પશ્ચિમ બંગાળ રાયફલ એસોસિએશન કોલકાતા તરફથી આયોજિત 57મા નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. તે લોરેટો સ્કૂલમાં હાઈસ્કૂલ વિદ્યાર્થિની છે. તેનો બાઈ સર્વદત્ત ગોમીતનગરના સંસ્કૃત વિશ્વવિદ્યાલયથી સ્નાતકનો અભ્યાસ કરી રહ્યો હતો.

4 કલાકમાં પોલીસે ડબલ મર્ડરનો ખુલાસો કર્યો

4 કલાકમાં પોલીસે ડબલ મર્ડરનો ખુલાસો કર્યો

લખનઉ પોલીસે 4 કલાકમાં આ ડબલ મર્ડરનો કેસ ઉકેલી લીધો. પોલીસે જણાવ્યું કે સમગ્ર ઘટનાક્રમમાં ત્રણ ગોળી ચાલી છે. પહેલી ગોળી કાચ પર મારી. આ ઉપરાંત બીજી અને ત્રીજી ગોળી મા અને ભાઈને મારી. પોલીસનું કહેવું છે કે ચોકરીની મનોદશા ઠીક નહોતી. છોકરીએ બાથરૂમના કાચ પર Disqualified Human લખ્યું અને તેના પર પહેલી ગોળી મારી.

'પરીક્ષા પે ચર્ચા'ના બદલે પીએમ મોદીએ 'ખિલોને પે ચર્ચા' કરીઃ રાહુલ ગાંધી'પરીક્ષા પે ચર્ચા'ના બદલે પીએમ મોદીએ 'ખિલોને પે ચર્ચા' કરીઃ રાહુલ ગાંધી

English summary
police revealed shocking details in lucknow double murder case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X