For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શીલાના ઘરે જઇ રહેલા કેજરીવાલ સમર્થકોને પોલીસે અટકાવ્યા

|
Google Oneindia Gujarati News

arvind kejriwal
નવી દિલ્હી, 1 એપ્રિલ: પાણી અને વીજળી બિલોના વધારાને પગલે લાખો પત્રો સોમવારે દિલ્હીની મુખ્યમંત્રી શીલા દીક્ષિતને સોંપવા તેમના નિવાસ સ્થાને જઇ રહેલા આમ આદમી પાર્ટીના સમર્થકોને અડધેથી રોકી દેવામાં આવ્યા હતા. આપના કાર્યકર્તા લગભગ 272 ઓટોરિક્સામાં સવાર હતા. આ ઉપરાંત કેજરીવાલના સમર્થકો રસ્તાઓ પર પણ ચાલી રહ્યા હતા. લોકોના હાથમાં તિરંગા છે અને સરકાર વિરોધી નારેબાજી પણ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આપના સભ્ય મનિષ સિસોદિયાએ જણાવ્યું કે પોલીસે પહેલા તેમને શીલાના ઘરે જઇને તેમને પત્રો આપવાની મંજૂરી આપી હતી પરંતુ બાદમાં પોલીસે ફેરવી તોડી તેમને રસ્તામાં જ અટકાવી દેવામાં આવ્યા.

આપના કાર્યકર્તાઓનું પ્રદર્શન સુંદરનગરીથી શરૂ થયું, જ્યાં કેજરીવાલ વીજળી, પાણીના બિલમાં વૃદ્ધિ સામે છેલ્લા 10 દિવસથી અનિચ્છિતકાળના ઉપવાસ પર બેઠા છે. શીલાના ઘરે જઇ રહેલા કાર્યકર્તાઓમાં કેજરીવાલ સામેલ નથી.

આપની પ્રવક્તા અવસ્થી મુરલીધરણે જણાવ્યું કે 272 ઓટોરિક્શા દિલ્હીમાં એટલા જ નગરપાલિકા વોર્ડનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે જણાવ્યું કે રાજધાનીના લગભગ છ લાખ રહેવાસીઓએ વિરોધ પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. દિલ્હી પોલીસે ઓટોરિક્શાને માર્ગ પર આવવાની પરવાનગી એવું કહીને ના આપી કે જામ થઇ જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલ 10માં દિવસે પણ પોતાના અનશન ચાલુ રાખ્યા છે. અને તેમની સ્થિતિ નોર્મલ છે. જોકે આ ઉપવાસ દરમિયાન તેમનું 7 કિલો વજન ઘટી ગયું છે.

English summary
chief minister of Delhi sheila dixit made april fool to kejriwal's suppoters. police stopped kejriwal's suppoters to meet sheila.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X