For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામપાલના આશ્રમમાંથી 15 હજાર લોકોને કાઢ્યા, 4ના મોત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 નવેમ્બર: હિસારના બાબા રામપાલ સુધી પોલીસ પહોંચી શકી નથી. પોલીસ સતલોક આશ્રમમાં પણ પગ મુકી શકી નથી. ગઇકાલની હિંસા બાદ આશ્રમે દાવો કર્યો છે કે પોલીસના હુમલામાં આશ્રમના ચાર લોકોના મોત નિપજ્યાં છે. જો કે પોલીસે આશ્રમના દાવાને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે જો કોઇ મોત થઇ છે તો આશ્રમ લાશ બતાવે.

સતલોક આશ્રમના મીડિયા કો-ઓર્ડિનેટર રાહુલ દાસે ચાર એવા લોકોના ફોટા રજૂ કર્યા છે જેમના વિશે દાવો કરવામાં આવ્યો છે કે આ ચારેયનું ગઇકાલે પોલીસ ઓપરેશનમાં મોત નિપજ્યું હતું. અમે તેમના ચહેરા બતાવી રહ્યા નથી કારણ કે મોતની પુષ્ટિ થઇ નથી. આશ્રમે જે ચાર લોકોના ફોટા જાહેર કર્યા છે તેમાં ત્રણ મહિલા અને એક પુરૂષ છે.

satlok-ashram

15000 લોકોને નિકાળ્યા
રવિવારે જ્યારે જોરદાર હિંસા થઇ હોવા છતાં હિસારમાં રામપાલની ધરપકડ કરવા અને આશ્રમમાં પ્રવેશવામાં પોલીસ હજુ સુધી સફળ રહી નથી. આશ્રમમાં બંધક 15 હજાર લોકોને મંગળવારે મોડી રાત્રે કાઢવામાં આવ્યા છે.

હિસારના સતલોક આશ્રમમાંથી મોડી રાત્રે શ્રદ્ધાળુને પોલીસે બસોમાં ભરીને મોકલ્યા. પોલીસની અપીલ બાદ લોકો આશ્રમમાંથી બહાર નિકળ્યા. આશ્રમમાંથી બહાર નિકળેલા મોટાભાગના શ્રદ્ધાળુનો દાવો છે કે તેમને બળજબરીપૂર્વક આશ્રમમાં રાખવામાં આવ્યા હતા. સતલોક આશ્રમની બહાર ઉભેલી પોલીસને આશા છે કે આશ્રમ ખાલી થયા બાદ સંત રામપાલની ધરપકડ કરી લેવામાં આવશે.

ગઇકાલે શું થયું હતું
હિસારમાં સંત રામપાલની ધરપકડ હજુ સુધી થઇ શકી નથી. મંગળવારે કલાકો પ્રયત્ન કર્યા બાદ પોલીસ સતલોક આશ્રમમાં પ્રવેશવામાં નિષ્ફળ રહી. ઝપાઝપીમાં 100થી વધુ લોકોને ઇજા પહોંચી.

સતલોક આશ્રમની બહાર પરિસ્થિતિ તણાવપૂર્ણ રહી. મંગળવારે કલાકો સુધી પોલીસ અને રામપાલના સમર્થકો વચ્ચે ઝપાઝપી ચાલુ છે. રવિવારે સમર્થકોએ આશ્રમની બાહર આગચંપી કરી.

હિસારમાં રામપાલ સમર્થકો અને હરિયાણા પોલીસ વચ્ચે હિંસક ઝડપ, ગોળીઓ ચલાવાઇ, લગભગ સવા સો લોકો ઇજાગ્રસ્ત થયા. હિસાર જિલ્લામાં બરવાલામાં સતલોક આશ્રમની બહાર પોલીસ અને રામપાલના સમર્થકો વચ્ચે જોરદાર હિંસા થઇ. પહેલાં આશ્રમ દ્વારા ફાયરિંગ થઇ, ત્યારબાદ પોલીસે અશ્રુગેસ છોડ્યા. સતલોક આશ્રમની બહાર હિંસામાં એક પોલીસકર્મીને ગોળી વાગી, 15 પોલીસવાળાને ઇજા પહોંચી છે. 100થી વધુ રામપાલ સમર્થક ઇજાગ્રસ્ત થયા.

સતલોક આશ્રમની બહાર હિંસા ત્યારે શરૂ થઇ જ્યારે બપોરે સવા બાર વાગે પોલીસવાળાઓએ આશ્રમના મેઇન ગેટથી પ્રવેશવાનો પ્રયત્ન કર્યો પરંતુ રામપાલના સમર્થકોએ પોલીસને અંદર જવા દિધા નહી. સતલોકનો દાવો છે કે રામપાલ હરિયાણાથી બહાર છે. પરંતુ આશ્રમે રામપાલનું ઠેકાણું બતાવવાની મનાઇ કરી દિધી.

વિપક્ષી દળોએ ભાજપ સરકાર પર આરોપ લગાવ્યો છે કે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં રામપાલ પાસે ભાજપે સમર્થન માંગ્યું હતું, જેના લીધે તે જાણજોઇને કાર્યવાહી કરી રહી નથી.

કોર્ટના આદેશ છતાં રામપાલની ધરપકડ કરવામાં નિષ્ફળ રહેલી હરિયાણાની ખટ્ટર સરકાર પર સવાલ ઉદભવી રહ્યાં છે, હજુ પણ સવાલ એ છે કે રામપાલને પકડવામાં નિષ્ફળ રહેલી પોલીસે મીડિયા પર હુમલો કેમ કર્યો. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે રામપાલની જામીન અરજી રદ કરવાનો ફેંસલો પેન્ડિંગ રાખ્યો, 21 નવેમ્બર સુધી કોઇપણ દિવસે નિર્ણય આવી શકે છે.

English summary
A day after violent clashes at self-styled godman Rampal Maharaj's ashram in Haryana on Tuesday, police presence outside is still strong even as his supporters are holed up inside the premises.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X