For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાસપોર્ટના વેરિફિકેશન માટે હવે ઘરે નહિ આવે પોલિસ

પાસપોર્ટ માટે એડ્રેસ વેરિફિકેશનના નિયમોમાં વિદેશ મંત્રાલયે ફેરફાર કર્યા છે. પાસપોર્ટ માટે એડ્રેસના વેરિફિકેશન માટે પોલિસ હવે ઘરે નહિ આવે અને ના તો આ કામ માટે પોલિસ સ્ટેશન જવુ પડશે.

|
Google Oneindia Gujarati News

પાસપોર્ટ માટે એડ્રેસ વેરિફિકેશનના નિયમોમાં વિદેશ મંત્રાલયે ફેરફાર કર્યા છે. પાસપોર્ટ માટે એડ્રેસના વેરિફિકેશન માટે પોલિસ હવે ઘરે નહિ આવે અને ના તો આ કામ માટે પોલિસ સ્ટેશન જવુ પડશે. પોલિસ વેરિફિકેશનની પ્રક્રિયાના કારણે વધુ સમય લાગતો હોવાથી અને પોલિસ પાસપોર્ટ બનાવનાર પાસેથી લાંચ લેવા અને હેરાન કરતી હોવાની ફરિયાદોના પગલે વિદેશ મંત્રાલયે નિયમોમાં ફેરફાર કર્યા છે.

નવા નિયમમાં આ કરવાનું રહેશે

નવા નિયમમાં આ કરવાનું રહેશે

પોલિસને વિદેશ મંત્રાલયે પાસપોર્ટ બનવાની પ્રક્રિયામાંથી એડ્રેસ વેરિફિકેશન હટાવી દીધુ છે. વિદેશ મંત્રાલયના અધિકારીઓને સતત ફરિયાદો મળી રહી હતી કે એડ્રેસ વેરિફિકેશનના નામ પર પોલિસ ઉત્પીડન કરે છે. નવા નિયમો હેઠળ હવે પોલિસને માત્ર એટલુ કરવાનુ રહેશે કે આવેદનકર્તાનો પોલિસ રેકોર્ડ ચેક કરીને રિજનલ પાસપોર્ટ ઓફિસને કહેવાનું રહેશે કે શું તેના પર કોઈ કેસ નોંધાયો છે કે નહિ.

મોબાઈલ એપ દ્વારા પાસપોર્ટ માટે કરો એપ્લાય

મોબાઈલ એપ દ્વારા પાસપોર્ટ માટે કરો એપ્લાય

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે 26 જૂને પાસપોર્ટ એપ્લાય કરવા માટે મોબાઈલ એપ mPassport Seva લોન્ચ કરી છે. સ્વરાજે આ એપને છઠ્ઠા પાસપોર્ટ સેવા દિવસના પ્રસંગે શરૂ કરી. આ એપની ખાસિયત એ છે કે હવે આવેદક આના દ્વારા દેશના કોઈ પણ ખૂણાથી પાસપોર્ટ એપ્લાય કરી શકે છે.

mPassport Seva અંગે લોકોમાં ઉત્સાહ

mPassport Seva અંગે લોકોમાં ઉત્સાહ

26 જૂને પાસપોર્ટ સેવા મોબાઈલ એપ લોન્ચ કરાયા બાદ લોકોમાં આ અંગે ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આ એપ લોન્ચ કર્યાના 2 દિવસની અંદર જ 10 લાખ લોકોએ આ એપ ડાઉનલોડ કરી છે. આ એપની મદદથી પાસપોર્ટ માટે ફોર્મ, પૈસાની ચૂકવણી, સ્ટેટસ જેવી સુવિધાઓનો લાભ ઉઠાવી શકાય છે.

English summary
police verification for passport ministry of external affairs change rules
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X