ડિલીવરી બૉય મુસ્લિમ હોવાથી Zomatoનો ઓર્ડર કેન્સલ કરનાર શખ્સને પોલીસે ચેતવણી આપી
ડિલીવરી બૉય મુસ્લિમ હોવાથી Zomatoનો ઓર્ડર કેન્સલ કરનાર શખ્સને પોલીસે ચેતવણી આપી
જબલપુરઃ મુસ્લિમ ડિલીવરી બૉયને કારણે એપ બેઝ્ડ કંપની જોમેટોનો ઓર્ડર કેન્સલ કરનાર શખ્સને પોલીસે ચેતવણી આપી દીધી છે. સમગ્ર મામલે એવા સમયે સામે આવ્યો હતો જ્યારે જબલપુરના રહેવાસી અમિત શુક્લાએ જોમેટોમાંથી ખાવાનું ઓર્ડર કર્યું હતું, પરંતુ મુસ્લિમ ડિલીવરી બૉયનું નામ જાણતા જ તેણે કંપનીને ડિલીવરી બૉય બદલવા કહ્યું હતું. બીજી તરફ કંપનીએ ઈનકાર કરી દેતાં અમિત શુક્લાએ ઓર્ડર કેન્સલ કરી દીધો હતો. એટલું જ નહિ, અમિત શુક્લાએ સમગ્ર ઘટનાને લઈ ટ્વીટ પણ કર્યું જે બાદ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. હવે આ મામલામાં જબલપુર પોલીસની પ્રતિક્રિયા સામે આવી છે.

જોમેટો મામલે જબલપુર પોલીસે નોટિસ મોકલી
જબલપુરના એસપી અમિત સિંહે કહ્યું કે જોમેટો મામલામાં અમે અમિત શુક્લને નોટિસ મોકલી છે. તેને ચેતવણી આપી દેવામાં આવશે, જો તેણે સંવિધાનની મૂળ ભાવના વિરુદ્ધ કંઈપણ ટ્વીટ કર્યું તો કાર્યવાહી કરવામાં આવશે. તેના પર નજર રાખવામાં આવી રહી છે. એટલું જ નહિ જબલપુરના એસપીએ આગળ કહ્યું કે જો 6 મહિનામાં અમિત આવું કંઈપણ ટ્વિટ કરે છે તો તેણે જેલ પણ જવું પડી શકે છે.

સંવિધાનની મૂળ ભાવના વિરુદ્ધ ટ્વીટ કર્યું તો કાર્યવાહી થશે
જણાવી દઈએ કે જબલપુરના રહેવાસી અમિત શુક્લાએ મંગળવારે રાત્રે ટ્વીટ કરીને જણાવ્યું કે મેં ફૂડ ડિલિવરી એપ જોમેટોમાંથી ખાવાનું ઓર્ડર કર્યું હતું. કંપનીએ મારા ઓર્ડર માટે બિન હિન્દુ ડિલિવરી બૉયનું નામ મોકલ્યું. જેના પર મેં જોમેટોને ડિલિવરી બૉય બદલવા કહ્યું હતું પરંતુ કંપનીએ રાઈડર બદલવાની ના પાડી દીધી. જેના પર મેં મારો ઓર્ડર કેન્સલ કરી દીધો. ત્યારે કંપનીએ મારું રિફંડ આપવાની ના પાડી દીધી. જેના પર મેં કહ્યું કે મને ડિલિવરી લેવા માટે મજબૂર ન કરી શકો, હું ઓર્ડર લેવા નથી માંગતો અને રિફંડ પણ નથી જોઈતું.

જબલપુરના અમિત શુક્લાએ ઓર્ડર કેન્સલ કર્યો હતો
અમિત શુક્લા તરફથી કરવામાં આવેલ ટ્વીટ પર જોમેટો કંપનીએ પોતાનો જવાબ લખ્યો, 'ખોરાકમાં કોઈ ધર્મ નથી હોતો, ખોરાક ખુદ એક ધર્મ છે.' જોમેટોના આ જવાબ બાદ સોશિયલ મીડિયા યૂઝર્સે અમિતને ભારે ટ્રોલ કર્યો. જ્યારે વિવાદ વધા અમિત શુક્લાએ સફાઈ આપતા કહ્યું કે સંવિધાન બધાને ધાર્મિક સ્વતંત્રતા આપે છે. શ્રાવણનો મહિનો ચાલી રહ્યો છે, માટે મેં મુસ્લિમ ડિલીવરી બૉયને બદલવાનો અનુરોધ કર્યો. હવે હું જોમેટોથી કંઈપણ ઓર્ડર નહિ કરું.
|
જોમેટોના ફાઉન્ડરે કર્યું હતું ટ્વીટ
જણાવી દઈએ કે સમગ્ર મામલે જોમેટો ઈન્ડિયાની સાથોસાથ જોમેટો ફાઉન્ડર દીપેન્દ્ર ગોયલે પણ ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું, 'અમે ભારતના વિચારો અને અમારા ગ્રાહક-પાર્ટનરોની વિવિધતા પર ગર્વ કરીએ છીએ. અમારા આ મૂલ્યોને કારણે જો બિઝનેસને કોઈપણ પ્રકારે નુકસાન પહોંચે છે તો અમને દુખ નહિ થાય.'












Click it and Unblock the Notifications
