બે બાળકો મુદ્દે મુનવ્વર રાણાનાં નિવેદન બાદ રાજનીતિ ગરમાઈ

જાણીતા શાયર મુનવ્વર રાણાના સરકારની બે બાળકોની પોલીસી મુદ્દે આપેલા ઈન્ટર્વ્યૂ બાદ રાજનીતિક ધમાશાણ શરૂ થયુ છે.

જાણીતા શાયર મુનવ્વર રાણાના સરકારની બે બાળકોની પોલીસી મુદ્દે આપેલા ઈન્ટર્વ્યૂ બાદ રાજનીતિક ધમાશાણ શરૂ થયુ છે. મુનવ્વર રાણા યુપી સરકાર અને સરકારની પોલીસી પર વરસ્યા હતા. તેમણે રાજ્ય છોડવા સુધીની વાત કરી હતી.

Munawwar Rana

મુનવ્વર રાણાએ ઉત્તર પ્રદેશ સરકાર પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, બેથી વધારે બાળકો એટલા માટે પેદા કરવામાં આવે છે કારણ કે બે બાળકો એન્કાઉન્ટરમાં મારી નાખવામાં આવે છે. એકાદને કોરોના થઈ જાય છે. કોઈ અકસ્માતમાં મરી જાય છે. આ એવી જ રીતે છે જેવી રીતે લોકો મુરઘીના આઠથી દસ બચ્ચા ખરીદે છે. હિંદુ હોય કે મુસ્લિમ એકથી વધારે બાળકો એટલા માટે પેદા કરે છે કારણ કે કોઈને કોઈ રીતે તે પૈસા કમાવી લાવે અને ખવડાવી શકે, બાકીનાને તો તમે મારી જ નાખશો.

શાયરના આ નિવેદન બાદ રાજનીતિ ગરમાઈ છે. મુનવ્વર રાણાએ આ ઉપરાંત રાજનીતિ બાબતે પણ ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે,, જો એઆઈએમઆઈએમ નેતા અસદુદ્દીન ઓવૈસીને કારણે યોગી આદિત્યનાથ ફરીથી યુપીના મુખ્યમંત્રી બનશે, તો તે રાજ્ય છોડી દેશે. હું એ પણ માની લઈશ કે આ રાજ્ય મુસ્લિમોના રહેવા માટે યોગ્ય નથી.

રાણાનાં આ નિવેદન બાદ ભાજપ પણ હમલાવર છે. ભાજપે શાયરને બીજુ રાજ્ય શોધી લેવા જણાવ્યુ છે. હવે જોવાનું એ રહે છે કે આવિવાદ ક્યાં જઈને અટકે છે?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X