For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીની હવામાં સુધાર પરંતુ દિવાળીની રાતથી હાલત ખરાબ થઇ શકે

દિલ્હી-એનસીઆર હવા છેલ્લા બે દિવસથી ગંભીર શ્રેણીમાં હતી પરંતુ આજે તેમાં હલકો સુધાર જોવા મળ્યો છે.

|
Google Oneindia Gujarati News

દિલ્હી-એનસીઆર હવા છેલ્લા બે દિવસથી ગંભીર શ્રેણીમાં હતી પરંતુ આજે તેમાં હલકો સુધાર જોવા મળ્યો છે. આજે સવારે હવાની ગુણવત્તા પીએમ 2.5 અને પીએમ 10 ક્રમશઃ 228 અને 232 જેટલી ખરાબ શ્રેણીમાં રહી. પરંતુ દિવાળીની રાત્રે તેના સ્તરમાં વધારો થવાની શક્યતા છે અને તે ખતરનાક સ્તરને પાર કરી શકે છે. દિલ્હીની વાયુ ગુણવત્તા 'ખુબ જ ખરાબ' શ્રેણીમાં નોંધવામાં આવી હતી.

delhi

એક બાજુ, પડોશીના પરાલી સળગાવવાને કારણે, તે રાહત અનુભવી રહ્યું નથી, જ્યારે બીજી તરફ, દિવાળીને લીધે સ્થિતિ ચિંતાજનક બની શકે છે. મંગળવારે એર કવોલિટી ઈન્ડેક્સ એવરેજ 338 રહ્યું જયારે સોમવારે તે ઈન્ડેક્સ એવરેજ 426 જેટલું રહ્યું હતું. આ પ્રકારે મંગળવારે હવાની ગુણવત્તામાં સુધાર જોવા મળ્યો હતો. પરંતુ હવામાન વૈજ્ઞાનિકો અનુસાર દિવાળીની રાત્રે આતીશબાજીને કારણે તેમાં વધારો થઇ શકે છે.

આ પણ વાંચો: દિલ્હીની હવામાં ઝેર, 60 ટકા લોકોને શ્વાસની સમસ્યા

કેટલાક અધિકારીઓનું કહેવું છે કે હવાની ગુણવત્તામાં સુધાર કેટલાક એક્શન પ્લાનને કારણે જોવા મળી રહ્યો છે, જેમાં 1 થી 10 નવેમ્બર સુધી નિર્માણ કામ પર રોક લગાવી દેવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ ડીઝલ અને પેટ્રોલથી ચાલતા 10-15 વર્ષ જુના વાહનો પર પણ રોક લગાવી દેવામાં આવી છે. અધિકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે જો ગયા વર્ષની જેમ ફટાકડા સળગાવવામાં આવ્યા તો દિલ્હીની હાલત ઘણી ખરાબ થઇ શકે છે. આમ જોવા જઇયે તો સુપ્રીમકોર્ટના આદેશ પછી બજારોમાં ફટાકડામાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ પ્રશાશન પણ ઘણું સક્રિય જોવા મળી રહ્યું છે.

English summary
Pollution in Delhi relents slightly, but may choke tonight during diwali celebrations
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X