For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હરદીપ-પોન્ટી ચઢ્ઢા પર કોઇ ત્રીજી વ્યક્તિએ ચલાવી ગોળી

|
Google Oneindia Gujarati News

ponty chaddha
નોયડા, 20 નવેમ્બર: સંપતિને લઇને પોન્ટી ચઢ્ઢા હત્યાકાંડ સાથે જોડાયેલું કોકડું ઉકેલાવાની જ્ગ્યાએ ગુજવાતું જાય છે. પોલીસ દ્વારા આ હત્યાકાંડમાં અન્ય ત્રીજા પક્ષનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે.

પોલીસ તપાસ અનુસાર હત્યાકાંડમાં અલગ-અલગ રીતે પાંચ હથિયારોનો ઉપયોગ થયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર જાણવા મળ્યુ છે કે પોન્ટી અને હરદીપના શરીરમાં જુદા જુદા પ્રકારની ગોળીઓ મળી આવી છે.

પોન્ટી ચઢ્ઢાના શરીરમાંથી પોઇંટ 30 પિસ્ટોલની ગોળીઓ મળી આવી છે. આ પિસ્ટોલ કોની છે તેની જાણી શકાયું નથી. પોઇંટ 30ની પિસ્ટોલ વિશેષ પરવાનગીથી જ મળી શખે છે. આ પિસ્ટોલ એટલી ઘાતક હોય છે કે તેનાથી કોઇનું બચવું મુશ્કેલ છે.

ઘટનાસ્થળે જે બે પિસ્ટોલ મળી તે બંને હરદીપની છે. જ્યારે હરદીપના શરીરમાંથી મળેલી બે 9 એમએમની ગોળી સચિન ત્યાગીની પિસ્ટોલની છે. સચિન ત્યાગી ઉત્તરાખંડના લઘુમતી પંચના અધ્યક્ષ સુખદેવ સિંહ નામધારીના પીએસઓ છે. જોકે અત્યાર સુધી આ મામલે ચાર લોકોની ધરપકડ થઇ ચૂકી છે. જોકે કોકડું વધુને વધું ગૂંજવાતું જાય છે.

English summary
Ponty Chadha murder case become more puzzled. It is said Police did not take suitable action in this case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X