For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉધારીના જૂતા પહેરીને ઉતરી’તી મેદાનમાં, આજે છે દેશનું ગૌરવ

|
Google Oneindia Gujarati News

રાયપુર, 23 જાન્યુઆરીઃ છત્તીસગઢની સ્ટીલ સિટી ભિલાઇમાં ખુસીર્પારના શહીદ વીર નારાયણ નગરમાં રહેતા રિયા વર્મા આજે ભારતીય જૂનિયર મહિલા બાસ્કેટબોલ ટીમના સુકાની છે. સાત બહેનોમાં સૌથી મોટી રિયાનો પરિવાર એટલો ગરીબ છે કે બાસ્કેટબોલ માટે જરૂરી મોંઘા જૂતા તો ઠીક તેના માટે ક્યારેય વ્યવસ્થિત લોઅર પણ ખરીદી શક્યા નથી, પરંતુ પ્રતિભાશાળી રિયા અલગ માટીની બનેલી છે.

રિયાને બાસ્કેટબોલ પ્રત્યે એ હદે દિવાનગી હતી કે તેણે પોતાની સખીઓ પાસેથી જૂતા અને લોઅર ઉધારે લઇને પોતાનું રમવાનું ચાલું રાખ્યું. તેમની પ્રતિભાને જોઇને ભિલાઇ સ્ટિલ પ્લાન્ટ(બીએસપી)એ બે વર્ષ પહેલા પોતાની બાસ્કેટબોલ એકેડમીમાં સામેલ કરી લીધી. ભિલાઇ સ્ટિલ પ્લાન્ટ બાસ્કેટબોલ એકેડમીમાં પાંચ વર્ષની આકરી મહેનત બાદ રિયા આજે દેશનું નામ રોશન કરી રહી છે. ભિલાઇમાં રિયાનું બે રૂમનું નાનું ઘર છે, જેમાં તે તેના માતા-પિતા અને બહેનો સાથે રહે છે.

બાસ્કેટબોલ એકેડમીના કારણે અઠવાડિયામાં માત્ર રવિવારે જ તે પોતાના પરિવાર સાથે રહી શકે છે, બાકીના છ દિવસ રિયા બાસ્કેટબોલના પ્રશિક્ષક રાજેશ પટેલની એકેડમીમાં જ પ્રશિક્ષણ લેવામાં વિતાવે છે અને નિરંતર પોતાના ખેલને નિખારવા માટે આકરી મહેનત કરે છે. સ્ટિલ સિટીનાજ મહર્ષિ દયાનંદ આર્ય ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય, સેક્ટર છમાં 10માં ધોરણમાં અભ્યાસ કરતી રિયા જણાવે છેકે પાંચ વર્ષ પહેલા જ્યારે તેણે પોતાની સખીઓ સાથે બાસ્કેટબોલ રમવાનું શરૂ કર્યું ત્યારે તેની પાસે જૂતા નહોતા અને ના તો ખેલ માટે ઉપયુક્ત લોઅર. રિયાએ જણાવ્યું કે, તેણે પોતાની એક સખી પાસેથી લોઅર અને જૂતા ઉધાર લઇને રમવાનું શરૂ કર્યું, પરંતુ એકવાર બાસ્કેટબોલને હાથ લગાવ્યા પછી તેણે પાછા વળીને જોયું નથી.

રિયાની માતા જ્યોતિકાએ જણાવ્યું કે સૌથી વધારે મુશ્કેલી ત્યારે થાય છે, જ્યારે રિયા બહાર રમવા જાય છે. રિયા જ્યારે બહાર યોજાનારા ખેલોમાં ભાગ લેવા જાય છે ત્યારે પાડોસીઓ પાસેથી ઉધાર લઇને જેમ તેમ કરીને રિયાની માતા પોતાની પુત્રીના પોકેટ ખર્ચની વ્યવસ્થા કરે છે, બાદમાં ધીરે ધીરે તે ઉધારે ચૂકાવે છે. ભારતીય અંડર 16 મહિલા બાસ્કેટબોલ ટીમના સુકાની 15 વર્ષીય રિયાએ જણાવ્યું કે, તે બે વર્ષથી એકેડમીમાં છે.

અહીં તેને ભોજન અને ખેલ ઉપયોગી કીટ મળી જાય છે. રિયાએ જણાવ્યું કે, તેના પિતા દિલીપ વર્મા અને પરિવારને થોડીક રાહત મળી છે. રિયાની મહેનત અને સફળતાનો સફળ હજુ રોકાયો નથી અને રાષ્ટ્રીય સેમિનાર મહિલા બાસ્કેટબોલ ટીમમાં સ્થાન મેળવવાની મહત્વકાંક્ષા માટે રિયા ઘણી મહેનત કરી પોતાની પ્રતિભાને વધુ નિખારી રહી છે.

English summary
poor girl riya varma became captain of junior women basketball team.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X