• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2014 ઘા ભરવાનું વર્ષ હોવું જોઇએઃ પ્રણવ મુખરજી

|

નવી દિલ્હી, 26 જાન્યુઆરીઃ આગામી લોકસભા ચૂંટણી બાદ એક સ્થિર સરકારની વકાલત કરતા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ચેતવ્યા છે કે મનમૌજી અવસરવાદી પર નિર્ભર ખંડિત સરકાર ભારત માટે વિનાશકારી હશે. રાષ્ટ્રપતિએ દેશની જનતાને અપીલ કરી છે કે 2014માં થનારી ચૂંટણીમાં આપણે ભારતને નિરાશ નહીં કરી શકીએ. હવે સમય આવી ગયો છે કે, આપણે આત્મમંથન કરીએ અને કામ પર લાગીએ.

તેમણે કહ્યું કે, આગામી ચૂંટણીમાં કોણ જીતે છે એ એટલું મહત્વનું નથી, જેટલી મહત્વની એ વાત છે કે જે જીતે, તેમાં સ્થાયિત્વ, ઇમાનદારી તથા ભારતના વિકાસ માટે અતૂટ પ્રતિબદ્ધતા હોવી જોઇએ.

pranab-mukherjee-president
65માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રના નામે સંદેશમાં મુખરજીએ કહ્યુ કે હું નિરાશાવાદી નથી, કારણ કે હું જાણું છું કે લોકતંત્રમાં પોતાને સુધારવાની વિલક્ષણ યોગ્યતા છે, અહીં એવા ચિકિત્સક છે, જે પોતાના જખ્મોને ભરી શકે છે અને છેલ્લા કેટલાક વર્ષોથી ખંડિત તથા વિવાદાસ્પદ રાજકારણ બાદ 2014નું વર્ષ જખ્મો ભરવાનું વર્ષ હોવું જોઇએ. મુખરજીએ કહ્યું કે, વર્ષ 2014 ભારતના ઇતિહાસમાં એક પડકારજનક ક્ષણ છે. આપણો રાષ્ટ્રિય ઉદ્દેશ્ય તથા દેશભક્તિના એ જુસ્સાને ફરીથી જગાવવાની જરૂર છે, જે દેશને અવનતિથી ઉપર ઉઠાવીને તેને ફરીથી સમૃદ્ધિના માર્ગે લઇ જઇએ.

તેમણે બેરોજગાર યુવાઓને રોજગારીની તકો આપવાની વકલાત કરતા કહ્યું કે, એવા યુવાનો ગામો અને શહેરોને 21મી સદીના સ્તર પર લઇ જશે. તેમણે એક તક આપો અને એ ભારતને જોઇને તમે દંગ રહી જશો, જેનું નિર્માણ કરવામાં તે સક્ષમ છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, ખોટા વચનોની પરિપૂર્ણતા મોહભંગમાં થાય છે, જેનાથી ક્રોધ ભડકે છે તતા આ ક્રોધનું એક જ સ્વાભાવિક નિશાના હોય છે- સત્તાધારી વર્ગ. તેમણે કહ્યું કે આ ક્રોધ ત્યારે શાંત થશે, જ્યારે સરકારો એ પરિણામ આપશે જેના માટે તેમણે પસંદ કરવામાં આવી હતી. અર્થાત સામાજિક અને આર્થિક પ્રગતિ અને એ પણ કાચબાની ચાલથી નહીં પરંતુ ઘોડાદોડના ઘોડાની ગતિથી.

મુખરજીએ ચેતાવણી આપી કે મહત્વકાંક્ષી ભારતીય યુવાઓ, તેમના ભવિષ્ય સાથે વિશ્વાસઘાતને ક્ષમા નહીં કરે. જે લોકો સત્તામાં છે, તેમણે પોતાના અને લોકોની વચ્ચે વિશ્વાસની ઉણપને દૂર કરવી પડશે. જે લોકો રાજકારણમાં છે, તેમણે એ સમજવું જોઇએ કે ચૂંટણી સાથે એક ચેતાવણી જોડાયેલી હોય છે, એટલે કે પરિણામ આપો અથવા બહાર જાઓ.

વિચારોના મતભેદને લોકતંત્રનો ભાગ ગણાવતા રાષ્ટ્રપતિએ કહ્યું કે એક લોકતાંત્રિક દેશ સદેવ પોતાની જાતે તર્ક-વિતર્ક કરે છે અને એ સ્વાગત યોગ્ય છે, કારણ કે આપણે વિચાર વિમર્શ અને સહમતિથી સમસ્યા હલ કરીએ છીએ, બળ પ્રયોગથી નહીં. તેમણે કહ્યું કે, વિચારોના આ સ્વસ્થ મતભેદ આપણી શાસન વ્યવસ્થાની અંદર અસ્વસ્થ ટકરાવમાં બદલાવું ના જોઇએ.

તેમણે કહ્યું કે, એ વાતનો આક્રોશ છે કે શું આપણે રાજ્યના તમામ ભાગો સુધી સમતાપૂર્ણ વિકાસ પહોંચાડવા માટે નાના નાના રાજ્યો બનાવવા જોઇએ. ચર્ચા સ્વભાવિક છે, પરંતુ લોકતાંત્રિક માપદંડો અનુરુપ થવી જોઇએ. વિઘ્ન કરો અને રાજ કરોનું રાજકારણ આપણા ઉપ-મહાદ્વીપથી ભારે કિંમત વસુલી ચૂકી છે. જો આપણે એકજૂટ થઇને કાર્ય નહીં કરીએ તો કંઇ નહીં થાય.

English summary
President Pranab Mukherjee today made a veiled attack on Delhi Chief Minister Arvind Kejriwal's street protests saying the government is not a "charity shop" and "populist anarchy" cannot be a substitute for governance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more