For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી મેટ્રોના CCTVની મદદથી બની રહ્યા છે પોર્ન MMS અને પોર્ન વીડિયો

|
Google Oneindia Gujarati News

delhi-metro-rail
નવી દિલ્હી, 9 જુલાઇ : આમ તો દિલ્હી મેટ્રો ટ્રેનમા સુરક્ષાની તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જો કે આ જ સુરક્ષા વ્યવસ્થાની મજાક ઉડાવીને તેના દ્વારા જ અશ્લીલ પ્રવૃત્તિઓ આચરવામાં આવી રહી છે. દિલ્હી મેટ્રોના સીસીટીવી કેમેરા મારફતે હવે અશ્લીલ એમએમએસ અને અશ્લીલ વીડિયો ક્લિપ્સ બનાવવાનો મામલો બહાર આવ્યો છે.

એક રિપોર્ટ અનુસાર મેટ્રો રેલમાં સુરક્ષા વ્યવસ્થાના નામે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનો ઉપયોગ અશ્લીલ વી઼ડિયો અને એમએમએસ બનાવવામાં થઇ રહ્યો છે. આ વીડિયોને ખુલ્લેઆમ પોર્ન વેબસાઇટ પર મૂકવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં અંદાજે 13 પોર્ન સાઇટ પર દિલ્હી મેટ્રોમાં બનાવવામાં આવેલા પોર્ન વીડિયો અને એમએમએસ મૂકવામાં આવી રહ્યા છે. આ પ્રવૃત્તિ છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હી મેટ્રો સીસીટીવીના તમામ ફુટેજ જોવા અને તેને સુરક્ષિત રાખવાની જવાબદારી સીઆઇએસએફ અને ડીએમઆરસીના અધિકારીઓના હાથમાં છે. જો કે તપાસમાં બહાર આવ્યું છે કે દિલ્હી મેટ્રોમાં ટ્રાવેલ કરતા કપલ્સની અશ્લીલ હરકતોના 250થી વધારે એમએમએસ બની ચૂક્યા છે. છેલ્લા બે વર્ષમાં તેને જુદી જુદી પોર્ન સાઇટ પર અપલોડ કરાયા છે. આ વીડિયો અત્યાર સુધીમાં 1.5 લાખથી વધારે લોકો જોઇ ચૂક્યા છે.

આવી સ્થિતિમાં એક પ્રશ્ન એ ઉઠે છે કે અતિ સુરક્ષિત માનવામાં આવતી મેટ્રો ટ્રેનના સીસીટીવી ફૂટેજમાંથી અશ્લીલ એમએંમએસ અને વીડિયો બનાવી કોણ તેને પોર્ન સાઇટ પર નાખી રહ્યું છે. આ અંગે તંત્રને કોઇ પ્રકારની માહિતી નથી.

English summary
Porn MMS and Video Clips made via Delhi Metro CCTV!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X