ભારતી વિદ્યાપીઠમાં બે સ્વયંસેવકને ઓક્સફોર્ડ વેક્સીન આપી, જાણો શું પરિણામ આવ્યું
ભારતી વિદ્યાપીઠમાં બે સ્વયંસેવકને ઓક્સફોર્ડ વેક્સીન આપી, જાણો શું પરિણામ આવ્યું
નવી દિલ્હીઃ આખી દુનિયા કોરોના વાયરસથી પરેશાન છે, જ્યાં અત્યાર સુધી 2.40 કરોડ મામલા સામે આવી ચૂક્યા છે. કોરોના વાયરસની વેક્સીન આવવા સુધી આવા જ હાલાત રહેશે. આ દરમિયાન ઑક્સફોર્ડ યૂનિવર્સિટીએ એક રાહતના સમાચાર પણ આપ્યા હતા. જે અંતર્ગત તેમણે કોરોના વાયરસની વેક્સીન તૈયાર કરી લીધી છે. સાથે જ ભારતમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયા સાથે મળી તેના બીજા તબક્કાનું ટ્રાયલ પણ શરૂ કરી દીધું છે. વેક્સીનના અત્યાર સુધીના પરિણામ આશાજનક છે.

ભારતી વિદ્યાપીઠના મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બુધવારે 32 અને 38 વર્ષના બે પુરુષોને કોવિડશિલ્ડનો પહેલો શૉટ આપવામાં આવ્યો. એક મહિના બાદ આ ડોઝ ફરીથી આપવામાં આવશે. મેડિકલ કોલેજના ડેપ્યૂટી મેડિકલ ડાયરેક્ટર ડૉ જિતેન્દ્ર કે મુજબ બુધવારથી તેમની મેડિકલ ટીમ બને સ્વયંસેવકના સંપર્કમાં છે અને બંને ઠીક છે. અત્યાર સુધી તેમને દુખાવો, તાવ અને ઈન્જેક્શન સાઈડ ઈફેક્ટ જેવી કોઈ સમસ્યા નથી થઈ. વેક્સીન આપ્યાના 30 મિનિટ બાદ તેમને ઘરે જવાની મંજૂરી આપી દેવામાં આવી.
હોસ્પિટલના ચિકિત્સા નિર્દેશક ડૉ સંજય લાલવાનીએ કહ્યું કે એક મહિના બાદ બંને વૉલેન્ટિયર્સને બીજીવાર વેક્સીન આપવામાં આવશે. સાત દિવસમાં 25 સ્વયંસેવકોને વેક્સીન આપવાનો તેમનો લક્ષ્ય છે. આ ઉપરાંત તમામને ઈમરજન્સી નંબર આપવામાં આવી રહ્યા છે. મેડિકલ ટીમ સમયે સમયે તેમની સાથે વાત કરી ફીડબેક લેતી રહેશે. રિસર્ચ સેલના ઈન્ચાર્જ સોનાલી પાલકર મુજબ બુધવારે ચાર-પાંચ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. તેમના રિપોર્ટની તપાસ કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
