'આપ'ની કેબિનેટમાં યુવા ઊર્જા અને અનુભવનો સુમેળ
નવી દિલ્હી, 21 ડિસેમ્બર: આમ આદમી પાર્ટીને કોંગ્રેસ પાસેથી મળી રહેલા બિનશરતી સમર્થન બાદ દિલ્હીમાં સરકાર બનવી નક્કી છે. એવામાં કેબિનેટના અલગ અલગ હોદ્દાઓ પર કોણ હશે તેનો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે. ખાસ વાત એ છે કે ચૂંટણી જીતનાર 28 ઉમેદવારોમાંથી મોટા ભાગના યુવાનો જ છે. માટે તેમને તેમની યોગ્યતા અને ક્ષમતાના આધાર પર પદ આપી શકાય છે. આમા લક્ષ્મીનગરથી ઇતિહાસ હાસલ કરનાર વિનોદ કુમાર બિન્ની જ પહેલા ચૂંટણી લડી ચૂક્યા છે.
કેબિનેટના ગઠનમાં એ ખાસ વાતનું ધ્યાન રાખી શકાય છે કે તેમાં દરેક વર્ગના વ્યક્તિનો સમાવેશ થાય. કહેવામાં આવી રહ્યું છે કે વિધાનસભાના અધ્યક્ષ પદ માટે કાયદાના જાણકાર વ્યક્તિની જરૂરીયાત પડશે, જેના માટે માલવીય નગરથી વિધાયક સોમનાથ ભારતી આ હોદ્દા માટે નામાંકન થઇ શકે છે.
પાર્ટીની કેબિનેટમાં મહિલાઓને પણ સ્થાન આપવામાં આવશે. એ ધ્યાન આપવા જેવી બાબત છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં માત્ર ત્રણ જ મહિલાઓએ વિજય મેળવ્યો છે અને આ ત્રણેય મહિલાઓ 'આપ'ની ઉમેદવાર છે. રાખી બિરલાએ મંગોલપુરી બેઠકથી કોંગ્રેસના રાજકુમાર ચૌહાણ, બંદના કુમારીએ શાલીમાર બાગ બેઠક પર ભાજપાની રવિન્દ્ર બંસલ અને વીના આનંદે કોંગ્રેસના રાજેશ લિલૌઠિયાને માત આપી છે. ત્રણેય મહિલાઓમાંથી બંદનાને અનુભવના આધાર પર કેબિનેટમાં સામેલ કરી શકાય છે.













Click it and Unblock the Notifications
