For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ કાર્યાલય બહાર રાહુલ-તેજસ્વીના પોસ્ટર લાગ્યા

લોકસભા ચૂંટણી 2019 માટે દેશની બધી જ રાજનૈતિક પાર્ટીઓ પુરા દમખમ સાથે કામે લાગી ચુકી છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019 માટે દેશની બધી જ રાજનૈતિક પાર્ટીઓ પુરા દમખમ સાથે કામે લાગી ચુકી છે. આ દરમિયાન મંગળવારે કોંગ્રેસ કાર્યાલય સામે એક પોસ્ટર લાગેલું હતું જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને લાલુ યાદવના દીકરા તેજસ્વી યાદવ એક સાથે જોવા મળી રહ્યા હતા. આ પોસ્ટર પર લખેલું હતું કે ચોકીદાર નહીં વફાદાર જોઈએ, અબકી બાર ગઠબંધન સરકાર જોઈએ.

loksabha election 2019

આ પોસ્ટરના ઉપરના ભાગમાં સોનિયા ગાંધી પછી લાલુ યાદવ સહીત બીજા પણ ઘણા નેતાઓના ફોટો લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરથી સાફ થઇ ગયું છે કે કેન્દ્રની મોદી સરકાર સામે લડવા અને તેમને સત્તાથી દૂર કરવા માટે કોંગ્રેસ ગઠબંધનની રણનીતિ પર કામ કરી રહી છે.

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશમાં સપા-બસપાના ગઠબંધનને લઈ રાહુલે આપ્યું મોટું નિવેદન

મંગળવારે જ આંધ્રપ્રદેશ મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ દિલ્હી પહોંચ્યા હતા જ્યાં તેમને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી. આપને જણાવી દઈએ કે આ પહેલા પણ ચંદ્રબાબુ નાયડુ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી ચુક્યા છે. પરંતુ હવે જોવાનું છે કે મોદી સરકાર વિરુદ્ધ મહાગઠબંધન બની શકે છે કે નહીં. ભાજપ વિપક્ષના મહાગઠબંધનના અસ્તિત્વ પર સવાલ ઉભા કરી રહી છે. જયારે ભાજપને ટક્કર આપવા માટે કોંગ્રેસને પણ નવા સાથીની શોધ છે.

English summary
Poster seen outside Congress office in Delhi, choekidar nahi wafadar chahiye
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X