For Quick Alerts
For Daily Alerts
શાહ-અડવાણીના ઘર બહાર લાગ્યા મોદી-જોશીના પોસ્ટર
નવી દિલ્હી, 18 એપ્રિલ: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોની યાત્રાથી પાછા ફરી રહ્યા છે. મોદી પર હુમલો કરતા સંજય જોશીના સમર્થકોએ દિલ્હી ભરમાં તેમના પોસ્ટર લગાવી દીધા છે. ભાજપ કાર્યાલય, પાર્ટી અધ્યક્ષ અમિત શાહના ઘર, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના ઘરની બહાર સંજય જોશીના સમર્થનમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે.
આ પોસ્ટરો અને હોર્ડિંગ્સમાં સંજય જોશીની ઘર વાપસીની માંગ કરવામાં આવી છે. સંજય જોશીની ઘર વાપસીની માંગની સાથે સાથે એ પણ લખ્યું છે કે 'સબકા સાથ સબકા તો પછી કેમ નહીં સંજય જોશીનો સાથ?'
શનિવારે જેવા આ પોસ્ટરને જોવામાં આવ્યા તેને તુરંત ત્યાંથી હટાવી લેવામાં આવ્યા. ભાજપ આ મામલે કંઇ પણ કહેવાથી બચી રહી છે. જ્યારે તેની પહેલા 6 એપ્રિલના રોજ સંજય જોશીના જન્મદિવસ પર પોસ્ટર લગાવવામાં આવ્યા હતા, જેમાં ભાજપ નેતા સંજીવ બાલિયાન, સર્વાનંદ સોનવાલ અને શ્રીપદ નાઇકની તસવીર લાગેલી હતી.