For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2019: ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા આપવાની ઘોષણા

બજેટ 2019 દરમિયાન નાણામંત્રી પિયુષ ગોયલે ખેડૂતો માટે ઘણી ઘોષણાઓ કરી છે. તેમને કહ્યું કે તેમની સરકાર પીએમ સમ્માન નિધિ શરુ કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

બજેટ 2019 દરમિયાન નાણામંત્રી પિયુષ ગોયલે ખેડૂતો માટે ઘણી ઘોષણાઓ કરી છે. તેમને કહ્યું કે તેમની સરકાર પીએમ સમ્માન નિધિ શરુ કરી રહી છે. તેના હેઠળ જે ખેડૂતો પાસે 2 હેક્ટર સુધીની જમીન છે તેમને દર વર્ષે 6 હજાર રૂપિયા આપવામાં આવશે. તેનાથી લગભગ 12 કરોડ ખેડૂતોને થશે.

piyush goyal

તેમને કહ્યું કે ખેડૂતોની મુશ્કેલીઓ દૂર કરવાનો પ્રયાસ આ સરકારે પાછલા પાંચ વર્ષમાં કર્યો છે. ખેડૂતોને આ 6 હજાર રૂપિયા 3 ઈન્સ્ટોલમેન્ટમાં ખેડૂતાના બેંક અકાઉન્ટમાં સીધા જ ટ્રાન્સફર કરવામાં આવશે. વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવાનું લક્ષ્ય છે. ખેડૂતોની ઉન્નતી અને આવકમાં વૃદ્ધિ થાય તે માટે અમારી સરકારે ઈતિહાસમાં પહેલીવાર તમામ 22 ફસલમાં ટેકાના ભાવ મહત્તમ આપ્યા છે.

પિયુષ ગોયલે આગળ જણાવ્યું કે નાના ખેડૂતોને તેમની આવકમાં તેજી લાવવા અને સમર્થન આપવાના હેતુસર પીએમ કિસાન યોજના મંજૂર કરી છે. એટલું જ નહીં પરંતુ ખેડૂતોને ન્યુનતમ સમર્થન (MSP) મૂલ્ય 150 ટકા આપવાનું નક્કી કર્યું છે.

પિયુષ ગોયલે કહ્યું કે ભારત મત્સ્ય ઉદ્યોગમાં વિશ્વનો બીજા નંબરનો દેશ છે, સરકાર મત્સ્ય ઉદ્યોગ માટે અલગ ડિપાર્ટમેન્ટ બનાવવાની યોજના બનાવી રહી છે. પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને લોનમાં 2 ટકાની છૂટ આપવામાં આવશે.

English summary
Pradhan Mantri Kisan Samman Nidhi know what the Modi government has given
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X