Video: અડધી રાતે પૂર્વ CM ચંદ્રબાબુ નાયડુના ઘરને તોડી પડાયુ
આંધ્રપ્રદેશના અમરાવતીમાં પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુના કાર્યકાળમાં બનાવાયેલા 'પ્રજા વેદિકા' બિલ્ડીંગને તોડી પાડવામાં આવ્યુ. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય એસ જગન મોહન રેડ્ડીએ 'પ્રજા વેદિકા' બિલ્ડીંગને તોડવાનો આદેશ આપ્યો છે જેના વિરોધમાં ત્યાં તેમના સમર્થકો ભારે માત્રામાં પહોંચી ગયા છે. મુખ્યમંત્રીએ કહ્યુ હતુ કે ઈમારત નિયમોની વિરુદ્ધ છે અને તેને બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હતો.
આ ઈમારતમાં થનારી છેલ્લી મીટિંગ છે. આ હૉલમાંથી નિર્દેશ આપી રહ્યો છુ. મંગળવારે મીટિંગ ખતમ થયા બાદ ઈમારતને તોડી પાડવામાં આવશે. એક મજબૂત સંદેશ આપવા માટે ઉદાહરણ સાથે ચાલવુ જરૂરી છે. અહીંથી જ શરૂઆત કરીએ છીએ. પોલિસની હાજરીમાં આને તોડવાનું કામ પણ શરૂ થઈ ચૂક્યુ છે. તમને જણાવી દઈએ કે ચંદ્રબાબુ નાયડુ લાંબી પારિવારિક રજા ગાળીને પાછા આવ્યા બાદ તે સીધા પ્રજા વેદિકા પહોંચ્યા હતા.
Demolition of 'Praja Vedike' building underway in Amaravati. The building was constructed by the previous government led by N Chandrababu Naidu
— ANI (@ANI) 25 June 2019
#AndhraPradesh pic.twitter.com/DeNs1xqR9f
તમને જણાવી દઈએ કે આંધ્રપ્રદેશની સત્તામાંથી વિદાય બાદ ચંદ્રબાબુ નાયડુને મળી રહેલી સગવડો ઓછી થતી જઈ રહી છે. તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુના પરિવારના સભ્યોની સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો છે. પુત્ર નારા લોકેશને મળેલી ઝેડ શ્રેણીની સુરક્ષાને હટાવી લેવામાં આવી છે. પૂર્વ મંત્રી લોકેશની સુરક્ષાને 5+5 માંથી ઘટાડીને 2+2 કરી દેવામાં આવી છે.
#WATCH: Demolition of 'Praja Vedike' building underway in Amaravati. The building was constructed by the previous government led by N. Chandrababu Naidu. #AndhraPradesh pic.twitter.com/qRCWjfVTJZ
— ANI (@ANI) 25 June 2019
આ પણ વાંચોઃ ઓરિસ્સાઃ જગદલપુર સમલેશ્વરી એક્સપ્રેસના 2 કોચ પાટા પરથી ઉતરી જતાં 3 લોકોનાં મોત