For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંડેના શોક પર રાજકારણના 'રૂમાલ' વડે આંસું લુછી રહ્યાં છે નેતા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

prakash-javdekar
નવી દિલ્હી, 4 જૂન: ભાજપના નેતા ગોપીનાથ મુંડેના નિધન પર ભાજપમાં જ્યાં શોકની લહેર છે, બીજી તરફ રાજકારણના રૂમાલ વડે આંખો લૂછવાની કવાયદ પણ છે. કેન્દ્રિય સૂચના તથા પ્રસારણ રાજ્ય મંત્રી પ્રકાશ જાવડેકરે કેન્દ્રિય ગ્રામીણ વિકાસ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ગોપીનાથ મુંડેના નિધન પર કહ્યું કે ગોપીનાથ મુંડેનું જવું ભાજપ માટે જ નહી પરંતુ દેશ માટે એક મોટું નુકસાન છે.

તેમણે કહ્યું કે ગોપીનાથ મુંડે હંમેશા ગરીબો અને ખેડૂતોના હિતો માટે લડતા હતા. તેમણે કહ્યું કે ગોપીનાથ મુંડેએ પોતાના રાજકીય જીવનની શરૂઆત જ આ મુદ્દાઓથી અને ગરીબ વર્ગના હિતો સાથે જોડાયેલા આંદોલનો સાથે કરી. એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત દરમિયાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે ગોપીનાથ મુંડે તેમના મિત્ર પણ પણ હતા અને નેતા પણ.

પ્રકાશ જાવડેકરના અનુસાર જ્યારે તે કોલેજ માટે પૂણે આવ્યા, ત્યારથી માંડીને તે બંનેનો 42 વર્ષ સાથ રહ્યો. પ્રકાશ જાવડેકર કહે છે કે ગોપીનાથ મુંડેનું ના રહેવું ભાજપ માટે એક મોટું નુકસાન છે પરંતુ તે પુરતો પ્રયત્ન કરશે કે તેમની ખોટ પૂરી થાય.

તેમણે કહ્યું કે પ્રમોદ મહાજનના ગયા પછી પણ પાર્ટીને ખૂબ મોટો ઝટકો લાગ્યો હતો પરંતુ ધીરે-ધીરે પાર્ટી આ આધાતમાં બહાર નીકળી ગઇ. પ્રકાશ જાવડેકરે કહ્યું કે તેમનો પ્રયત્ન હશે કે આટલા મોટા નુકસાનથી પાર્ટી તારવામાં આવે. પ્રકાશ જાવડેકરે કહ્યું કે ગોપીનાથ મુંડેને સાચી શ્રદ્ધાંજલિ એ જ હશે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેના ગઠબંધનની સરકાર બને. આજે નરેન્દ્ર મોદીએ પણ લોકસભા સત્રનો 'શ્રી ગણેશ' કરી જનતાની આશાઓ પર ખરા ઉતરવાની વાત કહી છે.

English summary
Prakash Javadekar has said to tribute Munde by winning election.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X