ગોવાના નવા મુખ્યમંત્રી બન્યા પ્રમોદ સાવંત, 11 કેબિનેટ મંત્રીઓએ પણ લીધા શપથ
ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરના નિધન બાદ મોડી રાતે વિધાનસભા સ્પીકર પ્રમોદ સાવંતે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. મુખ્યમંત્રી પદની શપથ લીધા બાદ પ્રમોદ સાવંતે કહ્યુ કે પાર્ટીએ મને બહુ મોટી જવાબદારી આપી છે. હું પૂરી કરવાની કોશિશ કરીશ કે મારી આ જવાબદારીનું યોગ્ય રીતે પાલન કરી શકુ. મનોહર પરિકરનો આભાર વ્યક્ત કરતા સાવંતે કહ્યુ કે આજે હું જે કંઈ પણ છુ તે મનોહર પરિકરના કારણે છુ. પરિકરજી જ મને રાજકારણમાં લઈને આવ્યા હતા. હું રાજ્યની વિધાનસભામાં સ્પીકર બન્યો અને આજે મુખ્યમંત્રી બન્યો છુ માત્ર તેમના કારણે.
સ્થિરતા લાવવી પ્રાથમિકતા
પ્રમોદ સાવંતે કહ્યુ કે મારે રાજ્યમાં સ્થિરતા લાવવી છે અને બધા સાથીઓને એક સાથે લાવીને આગળ વધવુ છે. આ મારી જવાબદારી છે કે જે કામ અધૂરા રહી ગયા છે તેને પૂરા કરુ. હું મનોહર પરિકર જેટલા કામ તો નહિ કરી શકુ પરંતુ હું પૂરી કોશિશ કરીશ કે હું જેટલા કામ કરી શકતો હોય એટલા કરુ.
Goa: 11 leaders, including Sudin Dhavalikar of Maharashtrawadi Gomantak Party and Vijai Sardesai of Goa Forward Party, also take oath at the Raj Bhavan as cabinet ministers. pic.twitter.com/TQzT6WaasO
— ANI (@ANI) 18 March 2019
11 ધારાસભ્ય બન્યા મંત્રી
ગોવાના મંત્રી તરીકે 11 ધારાસભ્યોએ શપથ લીધા. આમાં એમજીપીના મનોહર અજગાવોંકર, ભાજપના મોવિન ગોડિન્હો, વિશ્વજીત રાણે, મિલિંદ નાયક, નીલેશ કબરાલ, ગોવા ફોરવર્ડ પાર્ટીના વિનોદ પાલયેકર અને જયેશ સાલગાવોંકર, અપક્ષ ધારાસભ્ય રોહન ખાઉંટે, ગોવિંદ ગાવડે પણ શામેલ છે જેમણે ગોવાના કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.
કેન્સરના કારણે મનોહર પરિકરનું નિધન
તમને જણાવી દઈએ કે પેન્ક્રિઆટિક કેન્સરના કારણે મનોહર પરિકરનું રવિવારે નિધન થઈ ગયુ હતુ. પરિકરના અંતિમ સંસ્કાર સોમવારે સાંજે સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે કરવામાં આવ્યા. તેમના નિધન પર એક દિવસનો રાજકીય શોક પણ રાખવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે 63 વર્ષના મનોહર પરિકર ચાર વખત ગોવાના સીએમ રહ્યા. તે મોદી સરકારમાં સંરક્ષણ મંત્રી પણ રહ્યા. 2017માં તે ફરીથી ગોવાના સીએમ બન્યા.
આ પણ વાંચોઃ કર્ણાટકમાં રાહુલઃ 500-1000 નોટોની જેમ બંધારણને પણ ખતમ કરી દેશે મોદી