India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રણવ મુખરજી સહિત 3 હસ્તીઓ ભારત રત્નથી સન્માનિત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં પ્રણવ મુખરજી, નાનાજી દેશમુખ અને ભૂપેન હજારિકાને ગુરુવારે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા. દેશમુખ અને હજારિકાને આ સન્માન મરણોપરાંત મળ્યું. ભારત રત્ન સન્માનનું એલાન ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ 25મી જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું. ભારતના 13મા રાષ્ટ્રપતિ રહેલ પ્રણવ મૂખરજીને પણ આ સન્માનથી નવાજવામાં આવ્યા છે. તેમને કોંગ્રેસ પાર્ટીના સંકટમોચક કહેવામાં આવે છે.

3 હસ્તીઓ ભારત રત્નથી સન્માનિત

3 હસ્તીઓ ભારત રત્નથી સન્માનિત

ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અને સમાજસેવી નાનાજી દેશમુખ અને લોકગાયક ભૂપેન હજારિકાને દેશના સૌથી મોટા ખિતાબ ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે. પ્રણવ મુખરજી પોતાનું સન્માન લેવા પહોંચ્યા છે. દિવંગત સામાજિક કાર્યકર્તા નાનાજી દેશમુખની જગ્યાએ દીન દયાળ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના ચેરમેન વીરેન્દ્રજીત સિંહે ભારત રસ્ન સન્માન ગ્રહણ કર્યું. દિવંગત ગાયક ભૂપેન હજારિકાની જગ્યાએ તેમના દીકરા તેજ હજારિકાએ આ સન્માન મેળવ્યું. આ દરમિયાન આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, યૂપીએના ચેરપર્સન સોનિયા ગાંધી સહિત કેટલાય નેતા હાજર રહ્યા.

પ્રણવ મુખરજી

પ્રણવ મુખરજીએ દેશના એવા નેતાઓમાના એક છે જેમણે માત્ર સત્તા પક્ષ જ નહિ બલકે વિપક્ષી દળોના નેતાઓ પાસેથી પણ હંમેશા સન્માન મળ્યું. તેઓ પોતાના રાજનૈતિક કરિયર દરમિયાન માત્ર કોંગ્રેસ સાથે જ રહ્યા, જ્યાં તેમણે સાંસદ, કેટલાય મહત્વપૂર્ણ મંત્રાલયોમાં મંત્રી અને પછી રાષ્ટ્રપતિ સુધીની સફર ખેડી. પ્રણવ મુખરજીનો જન્મ 11 ડિસેમ્બર 1935ના રોજ પશ્ચિમ બંગાળમાં થયો. બીરભૂમના સૂરી વિદ્યાસાગર કોલેઝી પોતાના અભ્યાસ પૂરો કર્યો. પ્રણવ દાએ બીરભૂમ સૂરી વિદ્યાસાગર કોલેજથી પોતાનો અભ્યાસ પૂરો કર્યો. પ્રણવ મુખરજીએ કોલકાતા યૂનિવર્સિટીમાંથી પૉલિટિકલ સાઈન્સમાં એમએ અને એલએલબીની ડિગ્રી મેળવી.

નાનાજી દેશમુખ

નાનાજી દેશમુખ સમાજસેવી હતા અને તેઓ ભારતીય જનસંઘના દિગ્ગજ નેતા હતા. 1997માં જનતા પાર્ટીની સરકાર દરમિયાન નાનાજી દેશમુખને મોરારજી દેસાઈએ પોતાના મંત્રીમંડળમાં સામેલ ક્યા હતા. પરંતુ નાનાજીએ મંત્રિમંડળમાં સામેલ થવાનો ઈનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે 60 વર્ષની ઉંમ બાદ લોકોએ સરકારથી બહાર રહીને સેવા કરવી જોઈએ. નાનાજી દેશમુખનું અસલી નામ ચંડિકાદાસ અમૃતરાવ દેશમુખ હતું. તેમનો જન્મ 11 ઓક્ટોબર 1916માં થયો હતો. મહારાષટ્રના હિંગોલી જિલ્લાના કંદોલી કસ્બામાં જન્મેલ નાનાજી દેશમુખે બાળપણમાં જ પોતાના માતા-પિતાને ગુમાવી દીધા હતા. તેમનો જન્મ મરાઠી પરિવારમાં થયો હતો અને શરૂઆતી જિવન ભારે સંઘર્ષભર્યું રહ્યું હતું. નાનાજી દેશમુખનું ભરણ પોષણ તેમના મામાએ કર્યું. શિક્ષણમાં નાનાજીને બહુ રૂચી હતી પરંતુ નબળી પરિસ્થિતિને કારણે તેમની પાસે પુસ્તકો ખરીદવાના પણ પૈસા નહોતા, જેથી તેમણે શાકભાજી વેચીને શિક્ષા માટે પૈસા એકઠા કર્યા. જે બાદ બિરલા ઈન્સ્ટિટ્યૂટથી તેઓએ ઉચ્ચ શિક્ષા મેળવી અને બાદમાં 1930માં તેઓ આરએસએસમાં સામેલ થઈ ગયા. નાનાજીએ રાજસ્થાન અને ઉત્તર પ્રેદશમાં સમાજ સેવાના ક્ષેત્રમાં ઘણા કામ કર્યાં હતાં.

ભૂપેન હજારિકા

8 સપ્ટેમ્બર 1926ના રોજ જન્મેલ ભૂપેન હજારિકા પોતાના 10 ભાઈૃબહેનમાંથી સૌથી મોટા હતા. હજારિકાને પોતાની માતા પાસેથી ગાવાની પ્રેરણા મળી હતી. 10 વર્ષી ઉંમરમાં જ ભૂપેન હજારિકા ગીત ગાવા લાગ્યા. 13 વર્ષની ઉંમરમાં તેમણે પોતાનું પહેલું ગીત લખ્યું હતું. જ્યારે પહેલીવાર ફિલ્મ મેકર જ્યોતિપ્રસાદ ઉગ્રવાલે તેમનો અવાજ સાંભળ્યો તો તેઓ મંત્રમુગ્ધ થઈ ગયા. 1936માં કોલકાતામાં ભૂપેન હજારિકાએ પોતાનું પહેલું ગીત રેકોર્ડ કર્યું હતું. સંગીત પ્રત્યે લગાવ હોવા પર પણ તેમણે પોતાના અભ્યાસથી ક્યારેય પાછીપાની નહોતી કરી. બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયથી તેમણે પોતાની ઉચ્ચ શિક્ષા હાંસલ કરી અને બાદમાં તેઓ અમેરિકા ચાલ્યા હતા હતા જ્યાંથી તેમણે જનસંચાર વિષયમાં પીએચડી કરી.

<strong>દિલ્હીઃ AAP છોડી ભાજપમાં સામેલ થયેલ બે ધારાસભ્યોની સદસ્યતા રદ્દ</strong>દિલ્હીઃ AAP છોડી ભાજપમાં સામેલ થયેલ બે ધારાસભ્યોની સદસ્યતા રદ્દ

English summary
pranav mukherjee, bhupen hajarika and nanaji deshmukh received bharat ratna
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X