For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

JDUમાં જોડાયા પ્રશાંત કિશોર, જાણો તેમના વિશે વિસ્તારથી

રણનીતિકાર પ્રશાંત કિશોર આજે જેડીયૂમાં સામેલ થઈ ગયા

|
Google Oneindia Gujarati News

પટનાઃ પોલિટિકલ એનાલિટિક્સના નિષ્ણાંત પ્રશાંત કિશોરે તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે તેઓ વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં કોઈની પણ સાથે કામ નહી કરે. જો કે રણનીતિકાર પ્રશાંત કિશોર આજે જેડીયૂમાં સામેલ થઈ ગયા છે, રવિવારે જેડીયૂ કાર્યકારિણીની બેઠકમાં નીતિશ કુમારે પીકેને પાર્ટીની સભ્યતા અપાવી છે.

બિહાર સાથે છે અનેરો સંબંધ

બિહાર સાથે છે અનેરો સંબંધ

પીકેના નામથી પ્રખ્યાત પ્રશાંત કિશોરનો જન્મ વર્ષ 1977માં બિહારના સાસારામમાં થયો હતો માટે પ્રશાંત કિશોરનો બિહાર સાથે વિશેષ લગાવ છે. પીકેના માતા યૂપીના બલિયાના રહેવાસી છે પરંતુ તેમના પિતાજી બિહારમાં સરકારી ડૉક્ટર હતા. એમની પત્નીનું નામ જાહ્નવી દાસ છે જેઓ આસામના ગુવાહાટીમાં ડૉક્ટર છે, તેમને એક દીકરો અને એક દીકરી છે જેમનું નામ કિશોર અને જાહ્નવી છે.

સિટિજન ફૉર અકાઉન્ટેબલ ગવર્નન્સની સ્થાપના

હંમેશા પડદાની પાછળ રહીને ચૂંટણી લક્ષી રણનીતિને અંજામ આપનાર પ્રશાંત કિશોર એ સમયે ચર્ચામાં આવ્યા જ્યારે લોકસભામાં ભાજપનો જંગી મતોથી વિજય થયો. તેમણે 2014માં સિટિજન ફોર અકાઉન્ટેબલ ગવર્નન્સની સ્થાપના કરી હતી. જેને ભારતની પહેલી રાજનૈતિક એક્શન કમિટિ માનવામાં આવે છે. આ એક એનજીઓ છે જેમાં આઈઆઈટી અને આઈઆઈએમમાં ભણતા યુવા પ્રોફેશનલ્સ સામેલ હતા.

ઈન્ડિયન પોલિટિકલ એક્શન કમિટિ

પ્રશાંત કિશોર ઈન્ડિયન પોલિટિકલ એક્શન કમિટિના નામથી સંગઠન ચલાવે છે. જે કેમ્પેન અને ભાષણોનું બ્રાન્ડિંગ કરે છે. ભાજપ સાથે અણબન થતાં પ્રશાંત કિશોરે વર્ષ 2015માંબિહાર વિધાનસભા ચૂંટણી માટે નીતિશ કુમાર- લાલુ પ્રસાદ યાદવના મહાગઠબંધન માટે કામ કર્યું અને જંગી મતોથી બિહારમાં મહાગઠબંધનની જીત થઈ. જો કે યુપી અને આંધ્ર પ્રદેશમાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. આ પણ વાંચો-કેમ ચીનમાં મુસ્લિમ ઘરોની બહાર લગાડવામાં આવી રહ્યા છે ક્યુઆર કોડ

English summary
Poll strategist Prashant Kishor on Sunday joined the ruling Janata Dal (United) at a State executive committee meeting held at Bihar Chief Minister Nitish Kumar’s official bungalow at 1, Anne Marg.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X