ગુજરાત ચૂંટણી પહેલા એક્શનમાં પ્રશાંત કિશોર, રાહુલ ગાંધીનો કર્યો સંપર્ક
નવી દિલ્લીઃ આ વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી બાદ ગુજરાતમાં પણ વિધાનસભા ચૂંટણી થવાની છે. એવામાં ગુજરાત ચૂંટણી માટે પણ પક્ષોએ પોતાની રણનીતિ તૈયાર કરવાનુ શરુ કરી દીધી છે. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે પણ ગુજરાત ચૂંટણીને જોતા વરિષ્ઠ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સંપર્ક કર્યો છે. રિપોર્ટની માનીએ તો ગુજરાતમાં ચૂંટણી પ્રચાર અભિયાન માટે પ્રશાંતે કિશોરે રાહુલ ગાંધીને સંપર્ક કર્યો છે. મહત્વની વાત એ છે કે પ્રશાંત કિશોર અને કોંગ્રેસ વચ્ચે ગયા વર્ષે તિરાડના સમાચારો સામે આવ્યા હતા, એવામાં એક વાર ફરીથી જે રીતે પ્રશાંત કિશોરે રાહુલ ગાંધીનો સંપર્ક કર્યો છે તે બાદ અટકળો ઘણી વધી ગઈ છે.

ગયા વર્ષે પીકે-કોંગ્રેસ થયા હતા દૂર
માનવામાં આવી રહ્યુ છે કે ઘણા મહિનાઓ સુધી પ્રશાંત કિશોર અને કોંગ્રેસ વચ્ચે વાતચીતનો દોર ચાલુ હતો અને બંને વચ્ચે સારા સમન્વય માટે ચર્ચા થઈ રહી હતી. ગયા વર્ષે જે રીતે સપ્ટેમ્બર મહિનામાં પ્રશાંત કિશોરે કોંગ્રેસથી રસ્તો અલગ કર્યો અને પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ માટે ચૂંટણી રણનીતિ બનાવી તે ઘણી કારગર સાબિત થઈ. મમતા બેનર્જીની જીતમાં પ્રશાંત કિશોરની ભૂમિકા ઘણી મહત્વની માનવામાં આવે છે. પરંતુ સૂત્રો મુજબ કોંગ્રેસ સાથે પ્રશાંત કિશોરની વાપસી માત્ર ગુજરાત ચૂંટણી માટે જ છે.

ગુજરાત ચૂંટણી પહેલા ચર્ચા તેજ
જો કે હજુ એ સ્પષ્ટ નથી કે કોંગ્રેસ અને પ્રશાંત કિશોર સાથએ આવશે કે નહિ. કોંગ્રેસ તરફથી પ્રશાંત કિસોરને લઈને હજુ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી. ગુરુવારે રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નનેતાઓ સાથે બેઠક કરી. આ દરમિયાન પણ માનવામાં આવી રહ્યુ છે કે પ્રશાંત કિશોરનો મુદ્દો સામે આવ્યો હતો. રિપોર્ટની માનીએ તો અમુક ગુજરાતના નેતાઓએ રાહુલ ગાંધી સાથે બેઠકમાં પ્રશાંત કિશોરને ચૂંટણી પ્રચાર અભિયાનમાં શામેલ કરવાની માંગ કરી છે પરંતુ આના પર અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. વળી, પ્રશાંત કિશોરના નજીકના લોકોએ આ સમાચારનુ ખંડન કર્યુ છે.

નજીક આવતા-આવતા દૂર થઈ ગયા હતા
માનવામાં આવી રહ્યુ છે કે ગયા વર્ષે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં શામેલ થઈ શકતા હતા પરંતુ ઘણા કારણોસર આ થઈ શક્યુ નહોતુ. ખુદ પ્રિયંકા ગાંધીએ કહ્યુ હતુ કે ઘણા કારણોથી પ્રશાંત કિશોર અને કોંગ્રેસ વચ્ચે વાત બની શકી નથી. પ્રશાંત કિશોરે ગયા વર્ષે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંદી સાથે ઘણા દોરની વાતચીત કરી હતી. જે રીતે રાહુલ ગાંધીના ઘરે પ્રશાંત કિશોર પહોંચ્યા હતા તે બાદ ઘણી અટકળો લગાવવામાં આવી રહી હતી. વાસ્તવમાં, પ્રશાંત કિશોરે કહ્યુ હતુ કે કોઈ વ્યક્તિ વિશેષ પાસે દૈવીય અધિકાર નથી કે તે કોંગ્રેસનુ નેતૃત્વ કરશે, તે પણ ત્યારે જ્યારે પાર્ટી છેલ્લા 10 વર્ષોમાં 90 ટકાથી વધુ ચૂંટણી હારી ચૂકી છે. વળી, પ્રશાંત કિશોરે એ પણ કહ્યુ હતુ કે તેમને એ લાગે છે કે 2024માં કોંગ્રેસની ભૂમિકા ઘણી મહત્વની હશે પરંતુ વર્તમાન નેતૃત્વમાં નથી.