For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2019 લોકસભા ચૂંટણી માટે પ્રશાંત કિશોરે શરુ કર્યુ કામ

ચૂંટણી રણનીતિકાર, પ્રશાંત કિશોરે તમામ કયાસો પર વિરામ લગાવીને 2019 સામાન્ય ચૂંટણી માટે કામ કરવાનું શરૂ કરી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

ચૂંટણી રણનીતિકાર, પ્રશાંત કિશોરે તમામ કયાસો પર વિરામ લગાવીને 2019 સામાન્ય ચૂંટણી માટે કામ કરવાનું શરૂ કરી દીધુ છે. પ્રશાંત કિશોરને ચૂંટણી રણનીતિ બનાવવાના માહિર ખેલાડી માનવામાં આવે છે. તે પહેલા ભાજપ, જેડીયુ અને કોંગ્રેસ માટે કામ કરી ચૂક્યા છે. તેમણે બિહાર વિધાનસભા ચૂંટણીમાં જેડીયુ માટે ચૂંટણી રણનીતિ બનાવી હતી અને તમામ દાવાઓ છતાં એનડીએ ને હારનો સામનો કરવો પડ્યો હતો. નીતિશ કુમારનો પક્ષ ત્યારે એનડીએના બદલે મહાગઠબંધનનો હિસ્સો હતા.

જેડીયુ માટે કામ શરૂ કર્યુ

જેડીયુ માટે કામ શરૂ કર્યુ

પ્રશાંત કિશોરે સામાન્ય ચૂંટણી 2019 માટે ફરીથી એકવાર પોતાના જૂના ક્લાયન્ટ એટલે કે જેડીયુ માટે કામ કરવાનું શરૂ કરી દીધુ છે. આ વખતે જેડીયુ ભાજપ સાથે મળીને કામ કરી રહી છે અને તે એનડીએ નો હિસ્સો છે. પહેલા એવુ કહેવામાં આવતુ કે ભાજપ અને પીકે વચ્ચે જે મતભેદો હતા તે દૂર થઈ ગયા છે અને તે ભાજપ માટે કામ કરશે પરંતુ અચાનક બદલાયેલી પરિસ્થિતિઓમાં તેમણે જેડીયુ માટે હા પાડી. જેડીયુ મહાસચિવ કે સી ત્યાગીએ આ વાતવી પુષ્ટ કરતા કહ્યુ કે તે પોતાનું કામ શરૂ પણ કરી દીધુ છે. પીકેને પોતાના પક્ષમાં લાવવા માટે ઘણ રાજકીય પક્ષોમાં જોર લગાવવામાં આવી રહ્યુ હતુ. ટીઆરએસ, જેડીએસ, ભાજપ, કોંગ્રેસ અને તેલુગુદેશમ પક્ષ પ તેમને લોકસભા ચૂંટણી માટે પોતાના પક્ષમાં લાવવા ઈચ્છતા હતા પરંતુ બાજી જેડીયુએ મારી લીધી.

મોદી અને ભાજપ માટે લકી રહ્યા

મોદી અને ભાજપ માટે લકી રહ્યા

રણનીતિકાર તરીકે પીકેને પહેલી વાર સફળતા ત્યારે મળી જ્યારે તેમણે 2012 માં નરેન્દ્ર મોદીને ત્રીજી વાર ગુજરાતના મુખ્યમંત્રી બનવામાં મદદ કરી. જો કે તેમને વધુ ચર્ચા ત્યારે મળી જ્યારે તેમણે સીએજી (સીટિઝન ફોર એકાઉન્ટેબલ ગવર્નન્સ) દ્વારા ભાજપને 2014 લોકસભા ચૂંટણી પૂર્ણ બહુમત સાથે જીતવામાં મદદ કરી. 2015 માં પીકે અને તેમના કેટલાક સાથીઓએ અલગ થઈને I-PAC નામથી ગ્રુપ બનાવ્યુ અને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર સાથે કામ કરીને મહાગઠબંધન બનાવ્યુ. જેના કારણે ભાજપનું બિહારમાં સત્તા મેળવવાનું સપનુ તૂટી ગયુ.

કોંગ્રેસ માટે અનલકી પીકે

કોંગ્રેસ માટે અનલકી પીકે

ત્યારપબાદ પ્રશાંત કિશોરે ઉત્તરપ્રદેશ અને પંજાબની ચૂંટણીમાં કોંગ્રેસ માટે કામ કર્યુ પરંતુ તે ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસનું નસીબ બદલવામાં નિષ્ફળ રહ્યા. જો કે પંજાબમાં આમ આદમી પાર્ટી સામે ચારી રણનીતિ બનાવીને કોંગ્રેસને જીત અપાવવામાં મદદ કરી. 2013 થી લગભગ 2500 પ્રોફેશનલ, પીકે સાથે કામ કરી ચૂક્યા છે. આ લોકોએ પહેલા સીએજીમાં તેમની સાથે કામ કર્યુ અને પછી I-PAC માં.

English summary
Prashant Kishore starts working for Janata Dal (United) for 2019 loksabha polls
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X