પ્રવાસી સંમેલનમાં PM: અમારી નજર કોઇની જમીન પર નથી

Written By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પ્રવાસી ભારતીય કેન્દ્રમાં PIO સંસદીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું, આ સંમેલનમાં 23 દેશોના 124 સાંસદ અને 17 મેયરે ભાગ લીધો હતો. આ દરમિયાન પીએમ મોદીએ કાર્યક્રમનું સંબોધન પણ કર્યું હતું. એ પહેલાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પણ લોકોનું સંબોધન કરતાં કહ્યું કે, વર્ષ 2003થી પ્રવાસી ભારતીય દિવસ ઉજવાય છે. અટલજીની સરકારે આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. 9 જાન્યુ.ના રોજ મહાત્મા ગાંધી આફ્રિકાથી પરત ફર્યા હતા, માટે આ દિવસ પસંદ કરવામાં આવ્યો છે. પીએમ મોદીએ પ્રવાસી ભારતીયોનું સંબોધન કરતાં કહ્યું કે, વેલકમ ટુ ઇન્ડિયા, વેલકમ ટુ હોમ. 21મી સદી ભારતની છે અને અમારી નજર કોઇ બીજાની જમીન પર નથી.

Modi

આ કાર્યક્રમાં પીએમ મોદીએ આગળ શું કહ્યું? તેમના સંબોધનના મુખ્ય મુદ્દાઓ વાંચો અહીં...

  • ભારતની વિકાસ યાત્રામાં પ્રવાસી ભારતીયોનું પણ ઘણું મહત્વ છે, તમે રોકાણ દ્વારા પણ દેશની સેવા કરી શકો છો.
  • 2019માં થનાર કુંભના મેળા માટે યુપી સરકાર વ્યાપક તૈયારીઓ કરી રહી છે. આવતા વર્ષે જ્યારે આપ સૌ ભારત આવો ત્યારે કુંભના મેળાના દર્શન પણ કરજો. આપણું વિકાસનું મોડલ ગિવ એન્ડ ટેક પર આધારિત નથી, પરંતુ અન્ય દેશોના અવસ્થા પર આધારિત છે.
  • ભારત અને આસિયાન દેશોના સંબંધોની ઝાંખી ગણતંત્ર દિને આખું વિશ્વ મેળવશે.
  • ગાંધીજીના વિચારો આજે પણ પ્રાસંગિક છે. અહિંસા અને સત્યાગ્રહથી કોઇ પણ મુદ્દો ઉકેલી શકાય છે.
  • ટૂરિઝમ વધારવામાં પણ પ્રવાસી ભારતીયો મદદ કરી શકે છે. આજે વિદેશમાં વસતો દરેક ભારતીય પોતાને પ્રગતિનો સહાયક માને છે.
  • આજે જો વિશ્વમાં એફડીઆઈ માટે સર્વાધિક આકર્ષક વ્યવસ્થા ભારતમાં છે, એમાં પ્રવાસી ભારતીયોનું મોટું યોગદાન છે. ભારતના વિકાસ માટેના પ્રયત્નોમાં અમે પ્રવાસી ભારતીયોને અમારા પાર્ટનર માનીએ છીએ.
  • હું જ્યારે પણ કોઇ દેશની મુલાકાત લઉં, ત્યારે ત્યાં રહેતા ભારતીયોને મળવા ઇચ્છું છું. મારું માનવું છે કે વિશ્વ સાથે ભારતના સંબંધો માટે ભારતીય મૂળના લોકોજ સ્થાઇ રાજદૂત છે.
  • પહેલા અને બીજા વિશ્વ યુદ્ધમાં 1.5 લાખથી વધુ ભારતીય સૈનિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, એ સમયે યુદ્ધ સાથે ભારતને કોઇ લેવા-દેવા નહોતી. આથી ભારતના બલિદાનને માનવું પડે.
  • ભારતીયો જ્યાં પણ ગયા, તે સ્થળને પોતાનું બનાવ્યું.
  • ભારતીય મૂળની એક મિની વર્લ્ડ પાર્લામેન્ટ અહીં હાજર છે
English summary
Every year, January 9 is celebrated as Pravasi Bhartiya Divas (PBD), an annual celebratory day that marks the contribution of overseas persons with Indian origin (PIO) towards their homeland,

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.