For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રવીણ તોગડિયાએ રાજનૈતિક પાર્ટી બનાવવાનું એલાન કર્યું

અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ એક મોટું એલાન કર્યું છે. પ્રવીણ તોગડિયાએ સંકલ્પ સભામાં મંગળવારે પોતાની રાજનૈતિક પાર્ટી ઉતારવાનું એલાન કર્યું

|
Google Oneindia Gujarati News

અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ એક મોટું એલાન કર્યું છે. પ્રવીણ તોગડિયાએ સંકલ્પ સભામાં મંગળવારે પોતાની રાજનૈતિક પાર્ટી ઉતારવાનું એલાન કર્યું છે. પ્રવીણ તોગડીયા લોકસભા ચૂંટણી લડશે તેની સાથે સાથે તેમને અલ્પસંખ્યક જનસંખ્યા નિયંત્રણ પર કાનૂન બનાવવાની પણ વાત કહી. પ્રવીણ તોગડિયાએ હિન્દૂ સંગઠનોને જોડાવવા માટે આહ્વાન કર્યું છે. પ્રવીણ તોગડીયા દિલ્હીમાં પાર્ટીના નામની ઘોષણા કરશે.

pravin togadia

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ મંગળવારે અયોધ્યામાં એક નવી રાજનૈતિક પાર્ટી બનાવવાનું એલાન કર્યું છે. અયોધ્યામાં આયોજિત સંકલ્પ સભામાં બોલતા કહ્યું કે એક મહિના પછી દિલ્હીમાં નવી પાર્ટીના નામની ઘોષણા કરવામાં આવશે. પ્રવીણ તોગડિયાએ બીજા હિન્દૂ સંગઠનોને પણ જોડાવવા માટે અપીલ કરી છે. સૂત્રો અનુસાર પ્રવીણ તોગડિયાની નવી પાર્ટીનું નામ રાષ્ટ્રીય જનતા પાર્ટી હોય શકે છે.

પ્રવીણ તોગડિયાએ અબકી બાર હિન્દૂ સરકાર નારો આપી કહ્યું કે પાર્ટી આવનારા લોકસભા ઇલેક્શનમાં ઉતરશે. સરકાર બનવાના ત્રણ મહિનાની અંદર અયોધ્યા, કાશી, મથુરામાં મંદિર નિર્માણ કામ શરુ થશે. તેની સાથે અલ્પસંખ્યક જનસંખ્યા નિયંત્રણ પર કાનૂન પણ બનશે. તેમને એક બૂથ 25 યુથ નારો પણ આપ્યો. પ્રવીણ તોગડિયાએ જાતે ચૂંટણી લડવા માટે પણ વાત કહી. પ્રવીણ તોગડિયાએ કહ્યું કે આ વખતે હિન્દુઓની સરકાર બનશે. જલ્દી તેના પર નિર્ણય થશે કે કોને વોટ આપવો. તેમને કેન્દ્રની મોદી સરકાર પર લોકોને દગો આપવાનો આરોપ લગાવ્યો છે.

મંદિરના નિર્માણની માંગ લઈને પ્રવીણ તોગડિયાના નેતૃત્વમાં અલગ અલગ શહેરોથી રામભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે. એક સાથે આટલા બધા સમર્થકોને જોઈને પ્રશાશન પણ હેરાન છે. પરંતુ તોગડિયાના રામકોટ પરિક્રમા પર નીકળ્યા પછી તેમના સમર્થકો અને પોલીસ વચ્ચે લડાઈ થઇ. તેને કારણે આખા વિસ્તારમાં તણાવનો માહોલ છે.

English summary
Pravin togadia announces to form a new political party centric on hindu community
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X