For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી સામે વારાણસીથી ચૂંટણી લડી શકે છે પ્રવીણ તોગડિયા

વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ નેતા પ્રવીણ તોગડિયાએ પણ એલાન કર્યુ છે કે તેમની નવગઠિત પાર્ટી ગુજરાતની 15 સીટે સહિત દેશભરની લગભગ 100 લોકસભા સીટો પર ચૂંટણી લડશે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી માટે તારીખોના એલાન સાથે બધા રાજકીય દળોએ પોત પોતાના ઉમેદવારોના નામ ઘોષિત કરવા શરૂ કરી દીધા છે. લોકતંત્રના આ મહાપર્વમાં દેશના નાના મોટા બધા રાજકીય પક્ષો પોત પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ નેતા પ્રવીણ તોગડિયાએ પણ એલાન કર્યુ છે કે તેમની નવગઠિત પાર્ટી ગુજરાતની 15 સીટે સહિત દેશભરની લગભગ 100 લોકસભા સીટો પર ચૂંટણી લડશે. વળી, તેમણે એ પણ કહ્યુ છે કે તે અયોધ્યા, મથુરા કે વારાણસીથી ચૂંટણી લડી શકે છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદી પણ વારાણસીની લોકસભા સીટથી ચૂંટણી લડી રહ્યા છે.

વારાણસી, મથુરા કે અયોધ્યાથી ચૂંટણી લડી શકે છે તોગડિયા

વારાણસી, મથુરા કે અયોધ્યાથી ચૂંટણી લડી શકે છે તોગડિયા

પ્રવીણ તોગડિયા હિંદુસ્તાન નિર્માણ દળ (એચએનડી) નામની પાર્ટી બનાવી છે. તેમણે લોકસભા ચૂંટણી માટે 41 ઉમેદવારોના નામનું એલાન પણ કરી દીધુ છે. પ્રવીણ તોગડિયાએ કહ્યુ કે તે ઉત્તર પ્રદેશની વારાણસી, અયોધ્યા કે મથુરા લોકસભા સીટથી ચૂંટણી લડી શકે છે. વારાણસી લોકસભા સીટથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી લડી રહ્યા છે. પીએમ મોદીના ચૂંટણી લડવાની ઘોષણા ભાજપના ઉમેદવારોની પહેલી લિસ્ટમાં કરવામાં આવી હતી.

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ મુખ્ય મુદ્દો - તોગડિયા

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ મુખ્ય મુદ્દો - તોગડિયા

પ્રવીણ તોગડિયાએ કહ્યુ કે તેમનો પક્ષ એચએનડીનો મુખ્ય મુદ્દો અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરાવાનો છે. આ ઉપરાંત કૃષિ ઉત્પાદન માટે સારુ મુલ્ય અને કૃષિ પર કેન્દ્રિત રોજગાર પેદા કરવાનું તેમનુ લક્ષ્ય હશે. આ પહેલા પ્રવીણ તોગડિયાએ મોદી સરકાર પર નિશાન સાધ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે દેશમાં ભાજપની સરકાર જે મુદ્દાઓ લઈને આવી હતી તે એક પણ મુદ્દા પર ખરી નથી ઉતરી શકી. એટલા માટે હવે મોદી સરકાર નહિ પરંતુ હિંદુઓની સરકાર બનશે.

સાત તબક્કામાં થશે દેશભરમાં લોકસભા ચૂંટણી

સાત તબક્કામાં થશે દેશભરમાં લોકસભા ચૂંટણી

તમને જણાવી દઈએ કે આ વખતે લોકસભા ચૂંટણી સાત તબક્કામાં આયોજિત કરવાની છે. લોકસભા ચૂંટણી પહેલા તબક્કામાં જ્યાં 11 એપ્રિલે મતદાન થવાનું છે ત્યાં છેલ્લા તબક્કામાં 19 મેના રોજ મતદાન પૂરા થશે જ્યારે ચૂંટણી પરિણામ 23 મેના રોજ ઘોષિત કરવામાં આવશે. યુપીની વાત કરીએ તો અહીં પણ સાત તબક્કામાં રાજ્યની 80 લોકસભા સીટો પર મતદાન પૂરુ થશે.

આ પણ વાંચોઃ ચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોતઆ પણ વાંચોઃ ચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત

English summary
Pravin Togadia may contest Lok Sabha Elections against PM Modi from Varanasi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X