For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તોગડિયાનો પીએમ મોદી, ભાગવત પર હુમલોઃ ‘હિંદુ ક્યારેય ભાજપને મત ન આપતા'

વિશ્વ હિંદુ પરિષદના બાગી નેતા પ્રવીણ તોગડિયાએ રવિવારે આરએસએસ અને ભાજપ સામે મોરચો ખોલી દીધો છે.

|
Google Oneindia Gujarati News

વિશ્વ હિંદુ પરિષદના બાગી નેતા પ્રવીણ તોગડિયાએ રવિવારે આરએસએસ અને ભાજપ સામે મોરચો ખોલી દીધો છે. તેમણે કહ્યુ કે હિંદુ ભવિષ્માં ક્યારેય ભાજપને મત ન આપતા. તોગડિયાએ કહ્યુ કે ભાજપ હવે હિંદુઓની પાર્ટી નથી રહી ગઈ. તેને મંદિર નિર્માણ સાથે કંઈ લેવાદેવા નથી, તે મુસલમાનોને રિઝવવામાં લાગેલી છે. તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે હવે હિંદુઓએ ભાજપને મત ન આપવો જોઈએ.

21 ઓક્ટોબરે અયોધ્યા ચલો

21 ઓક્ટોબરે અયોધ્યા ચલો

વિશ્વ હિંદુ પરિષદથી બહાર ગયા બાદ તોગડિયાએ ભાજપ અને આરએસએસ સામે મોરચો ખોલી દીધો છે. વિહિપથી અલગ થઈને તેમણે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળની રચના કરી છે. તેમણે 21 ઓક્ટોબરથી અયોધ્યા ચલો રેલીનું આહ્વવાન કર્યુ છે. જો કે જ્યારે તોગડિયાને પૂછવામાં આવ્યુ કે શું તેઓ રાજકીય પક્ષની રચના કરશે તો તેમણે કહ્યુ કે અમે તે પક્ષનું સમર્થન કરીશુ જે અમારા એજન્ડાનું સમર્થન કરશે. તેમણે કહ્યુ કે તે હિંદુઓના હિત આગળ રાખનારા પક્ષની રચનામાં મહત્વની ભૂમિકા નિભાવશે.

આ પણ વાંચોઃ ત્રીજા મોરચામાં હલચલ વધી, INLD પ્રમુખ ચૌટાલાઃ ‘માયાવતીને બનાવીશુ પીએમ'આ પણ વાંચોઃ ત્રીજા મોરચામાં હલચલ વધી, INLD પ્રમુખ ચૌટાલાઃ ‘માયાવતીને બનાવીશુ પીએમ'

પીએમ મોદી અને ભાગવત પર હુમલો

પીએમ મોદી અને ભાગવત પર હુમલો

પીએમ મોદી અને આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પર હુમલો કરતા તોગડિયાએ કહ્યુ કે જ્યારે સુપ્રીમ કોર્ટ્ એસસી-એસટી એક્ટની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો તો મોદીઓ તરત જ તે પાછો ખેંચી લીધો. પરંતુ જ્યારે રામ મંદિરનો મુદ્દો આવે ત્યારે કહે છે કે આનો નિર્ણય સુપ્રીમ કોર્ટ આપશે. જો કોર્ટને જ ચુકાદો આપવાનો છે તો રામ મંદિર નિર્માણ અંગે ભાજપે આટલી રેલીઓ કેમ કરી હતી. લોકસભામાં ભાજપ પાસે પૂર્ણ બહુમત છે. પાર્ટી જો ઈચ્છે તો રામ મંદિર નિર્માણ અંગે કાયદો બનાવી શકે છે.

મુસલમાનો પર સાધ્યુ નિશાન

મુસલમાનો પર સાધ્યુ નિશાન

મોહન ભાગવતની ટીકા કરતા તોગડિયાએ કહ્યુ કે મુસ્લિમ હિંદુત્વનો હિસ્સો છે, આ એ જ લોકો છે જેમણે ગોધરામાં ટ્રેનમાં આગ લગાવી, જેમણે પાકિસ્તાન માટે વોટ કર્યુ, ગૌ હત્યા કરે છે. તેમણે કહ્યુ કે ભાગવત હેડગેવાર અને ગોવળકરના આદર્શનું પાલન નથી કરી રહ્યા. ઈતિહાસ તેમને ક્યારેય માફ નહિ કરે. તેમણે કહ્યુ કે ભાજપ એ લોકો પર દબાણ કરી રહી છે જે લોકો હિંદુત્વની વાત કરી રહ્યા છે. જ્યારે વિહિપે રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો તો આરએસએસના મોટા નેતાઓએ આ લોકોને બોલાવ્યા. જો કે 6-7 લોકોએ આરએસએસની વાત માની લીધી પરંતુ હું મારા વલણ પર અડગ રહ્યો.

આ પણ વાંચોઃ ગ્લોબલ વોર્મિંગથી ભારતને સૌથી વધુ ખતરો, ગરમ હવાઓ ઘાતકઃ IPCC રિપોર્ટઆ પણ વાંચોઃ ગ્લોબલ વોર્મિંગથી ભારતને સૌથી વધુ ખતરો, ગરમ હવાઓ ઘાતકઃ IPCC રિપોર્ટ

English summary
Pravin Togadia says dont vote to BJP attack PM Modi and Mohan Bhagwat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X