For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રવીણ તોગડીયા રામ મંદિર માટે અયોધ્યા કૂચ કરશે

રામ મંદિર નિર્માણની માંગ લઈને 21 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અધ્યક્ષ પ્રવીણ તોગડીયા અયોધ્યા કૂચ કરશે.

|
Google Oneindia Gujarati News

રામ મંદિર નિર્માણની માંગ લઈને 21 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અધ્યક્ષ પ્રવીણ તોગડીયા અયોધ્યા કૂચ કરશે. પ્રવીણ તોગડિયાની રેલીમાં હવે ફક્ત 4 દિવસ જ બચ્યા છે તેવામાં ફેઝાબાદ પ્રશાશનની ચિંતા વધી ગઈ છે. જિલ્લા પ્રશાશને પણ પોતાની તૈયારીઓ ચાલુ કરી દીધી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ ઘ્વારા ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે. તોગડિયાના કાર્યક્રમમાં શામિલ થનાર જયદુરું રાઘવાચાર્ય ઘ્વારા અયોધ્યામાં મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવવામાં આવ્યું કે જો અયોધ્યા કૂચ પર રોક લગાવી તો ભાજપને તેનું પરિણામ ભોગવવું પડી શકે છે.

આ પણ વાંચો: તોગડિયાનો પીએમ મોદી, ભાગવત પર હુમલોઃ 'હિંદુ ક્યારેય ભાજપને મત ન આપતા'

લખનવથી શરુ થશે યાત્રા

લખનવથી શરુ થશે યાત્રા

પ્રવીણ તોગડીયાની આ યાત્રા લખનવથી શરુ થશે. આ યાત્રાથી પહેલાથી જ સજાગ સ્થાનીય પ્રશાશનનું કહેવું છે કે ફેઝાબાદ સીમાથી અયોધ્યામાં આવવાની પરવાનગી તેમની સંખ્યાબળ જોઈ, કાર્યક્રમ ખુલ્લા મેદાનમાં નહીં થાય અને સામુહિક અનશન નહીં કરવાની શરત પછી જ આપવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે 22 અને 23 ઓક્ટોબરે સંત તુલસીદાસ ઘાટ પર રામ ભક્તો સાથે પ્રવીણ તોગડીયા ધરના પર બેસશે.

અયોધ્યામાં પ્રવીણ તોગડીયા સામુહિક અનશન કરશે

અયોધ્યામાં પ્રવીણ તોગડીયા સામુહિક અનશન કરશે

વીએચપી ક્ષેત્રીય સંગઠન મંત્રી જીતેન્દ્ર શાસ્ત્રીએ પોતાના કાર્યક્રમની જાણકારી આપતા જણાવ્યું કે 21 તારીખે લખનવથી અયોધ્યા કૂચનો કાર્યક્રમ નક્કી છે. 22 તારીખે સવારે બધા જ રામ ભક્તો અયોધ્યા પહોંચી જશે. 22 તારીખે સવારે સરયૂ તટ પર પ્રવીણ તોગડીયા સામુહિક રૂપે 24 કલાકનું અનશન કરશે. 23 તારીખે સંતોના માર્ગદર્શનમાં સરયૂ તટ પર સંકલ્પ સભા થશે અને રામ મંદિર માટે કાનૂન બનાવવાની માંગ કરવામાં આવશે.

પ્રશાશન ઘ્વારા હજુ પણ પરવાનગી નથી આપવામાં આવી

પ્રશાશન ઘ્વારા હજુ પણ પરવાનગી નથી આપવામાં આવી

આ આખા કાર્યક્રમ માટે 10 ઓક્ટોબરે જ પ્રશાશનને અનુમતિ માટે આવેદન કરવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની પરવાનગી નથી આપવામાં આવી. સંગઠન મંત્રીનું કહેવું છે કે સરકાર હજુ સુધી કાર્યક્રમ માટે પરવાનગી નહીં આપીને હિન્દૂ સમાજની ભાવનાઓ સાથે રમી રહી છે. હાલમાં જિલ્લામાં ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે.

English summary
Pravin Togadia will starts ayodhya kooch from 21 October from lucknow
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X