For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રયાગરાજ કુંભ 2019: સ્મૃતિ ઈરાનીએ સંગમમાં લગાવી ડુબકી

પ્રયાગરાજ કુંભ 2019: સ્મૃતિ ઈરાનીએ સંગમમાં લગાવી ડુબકી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ યૂપીના પ્રયાગરાજમાં કુંભ મેળાનો સત્તાવાર રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે. મકર સંક્રાંતિના અવસર પર સવારે 5 વાગ્યાથી જ અખાડાના જુલૂસ સંગમ ઘાટ તરફ શાહી સ્નાન તરફ જઈ રહ્યાં છે. સાધુ-સંતો ઉપરાંત શ્રદ્ધાળુઓનું માનવ મહેરામણ પણ પ્રયાગરાજની ધરતી પર ઉમટી રહ્યું છે. શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખતાં પ્રશાસને સુરક્ષાના આકરા બંદોબસ્ત કર્યા છે. સંગમ ઘાટ પર પણ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને તહેનાત કરી દેવામાં આવ્યા છે. આ વચ્ચે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સંગમમાં ડુબકી લગાવતાં સ્નાન કરતાં હોય તેવી તસવીર પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. સ્મૃતિ ઈરાનીએ આ તસવીરની સાથે લખ્યું છે, હર હર ગંગે.

મોદીએ વીડિયો શેર કરી શુભેચ્છા પાઠવી

મોદીએ વીડિયો શેર કરી શુભેચ્છા પાઠવી

પ્રયાગરાજ કુંભ મેળામાં શ્રદ્ધાળુઓનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ એક વીડિયો સંદેશ દ્વારા દેશની જનતાને કુંભ મેળાની શુભકામના પાઠવી છે. પીએમ મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો જાહેર કરીને લખ્યું, પ્રયાગરાજમાં શરૂ થઈ રહેલ પવિત્ર કુંભ મેળાની હાર્દિક શુભકામનાઓ. મને આશા છે કે આ અવસર પર દેશ-વિદેશના શ્રદ્ધાળુઓને ભારતની આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજિક વિવિધતાઓના દર્શન થશે. મારી પ્રાર્થના છે કે વધુમાં વધુ લોકો આ દિવ્ય અને ભવ્ય આયોજનનો ભાગ બને.

સવારથી જ શરૂ થયું શાહી સ્નાન

જણાવી દઈએ કે પ્રયાગરાજ કુંભ મેળામાં સવારથી જ શાહી સ્નાન શરૂ થઈ ગયું છે. બેન્ડ બાજા સાથે રથ-પાલકિઓ સાથે સાધુ-સંતોના અખાડા પોતાના નિર્ધારિત સમય મુજબ સંગમમાં શાહી સ્નાન માટે જઈ રહ્યા છે. સૌથી પહેલા મહાનિર્વાણી અખાડેએ સવારે 6.15 વાગ્યે શાહી સ્નાન કર્યું. જે બાદ નિરંજની અને આનંદ અખાડાએ શાહી સ્નાન કર્યું. સૌથી અંતમાં બપોરે 2.40 વાગ્યે નિર્મલ અખાડાનું જુલૂસ નિકળશે. સાધુ-સંતોના શાહી સ્નાન દરમિયાન ઘાટ પર સામાન્ય શ્રદ્ધાળુઓને જવાની મંજૂરી નથી હોતી. સામાન્ય શ્રદ્ધાળુઓના સ્નાન માટે અલગ ઘાટ પર વ્યવસ્થા કરવામાં આવી છે.

સૌથી પહેલા અખાડાના ભાલાદેવે કર્યું સ્નાન

સૌથી પહેલા અખાડાના ભાલાદેવે કર્યું સ્નાન

નિશ્ચિત કાર્યક્રમ મુજબ સવારે 5.15 વાગ્યે શાહી સ્નાન માટે મહાનિર્વાણી અખાડાના સંત, આચાર્ય અને મહામંડલેશ્વર શાહી અંદાજમાં રથો પર વિરાજમાન થઈ સંગમ તટ તરફ આગળ વધ્યા. અખાડાના દેવ ભગવાન કપિલ દેવ તથા નાગા સન્યાસિઓએ અખાડાની આગેવાની કરી. મકર સંક્રાંતિ પર પરંપરા મુજબ સૌથી પહેલા અખાડાના ભાલાદેવે સ્નાન કર્યું. જે બાદ નાગા સાધુઓએ અને પછી આચાર્ય મહામંડલેશ્વર તથા સાધુ-સંતોએ સ્નાન કર્યું. રસ્તાની બંને બાજુ લાખો શ્રદ્ધાળુઓ શાહી જુલૂસ જોવા માટે એકઠા થયા હતા.

આજે પણ મોંઘું થયું પેટ્રોલ, જાણો ડીઝલનો ભાવઆજે પણ મોંઘું થયું પેટ્રોલ, જાણો ડીઝલનો ભાવ

English summary
Prayagraj Kumbh Mela 2019 Smriti Irani Shared Pic of Bath in Sangam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X