લગ્ન પહેલાં સેક્સ અનૈતિક અને ધર્મની વિરૂદ્ધ: કોર્ટ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 7 ડિસેમ્બર: દિલ્હીની કોર્ટે શારીરિક સંબંધો પર એક આશ્વર્યજનક ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું છે કે લગ્ન પહેલાં બે વયસ્કો વચ્ચે શારિરીક સંબંધ અનૈતિક અને ધર્મની વિરૂદ્ધ છે. જો કે કોર્ટે કહ્યું હતું કે જો બે વયસ્કોની સહમતિથી સેક્સ માણવામાં આવે છે તો આ રેપ કહેવાતો નથી, ભલે લગ્ન પહેલાં જ હોય.

પરંતુ વધારાના સત્ર ન્યાયાધીશ વિરેન્દ્ર ભટ્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો કે લગ્ન પહેલાં સેક્સ સંબંધ છોકરી માટે ખતરનાક હોય છે. કારણ કે મોટાભાગના કેસમાં જોવામાં આવે છે કે સેક્સ માણ્યા બાદ છોકરો લગ્નના વાયદાથી ફરી જાય છે.

એટલા માટે વિરેન્દ્ર ભટ્ટની નજરમાં લગ્ન પહેલાં બાંધેલો સેક્સ સંબંધ અનૈતિક અને ધર્મની વિરૂદ્ધ છે. એટલા માટે લગ્ન પહેલાં છોકરાના વાયદાના વિશ્વાસ પર છોકરીઓ સેક્સ માણે છે તો તેમના દિમાગમાં હંમેશા એ વાત હોવી જોઇએ કે આ એક અનૈતિક સંબંધ બાંધવા જઇ રહી છે જે ધર્મ અને સમાજની વિરૂદ્ધ છે.

couple-in-india-600

કોર્ટ દ્વારા આ ટિપ્પણી તે કેસમાં આવી જ્યારે તે એક મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરનાર 29 વર્ષીય યુવક પર કેસની સુનાવણી કરી રહી હતી. યુવક પર એક ખાનગી કંપનીમાં કામ કરનાર મહિલાએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો.

મહિલાનું કહેવું હતું કે યુવક અને તેના વચ્ચે પ્રેમલીલા ફેસબુકના માધ્યમથી શરૂ થઇ હતી પરંતુ યુવકે તેની સાથે ફક્ત લગ્નનો વાયદો જ નહી, પરંતુ આ દરમિયાન તેની અને યુવક વચ્ચે ઘણીવાર સેક્સ સંબંધ રહ્યાં જેના લીધે મહિલા ગર્ભવતી થઇ ગઇ, પરંતુ યુવકે એમ કહીને તેનો ગર્ભપાત કરાવી દિધો કે તેના ઉપર ઘણી બધી જવાબદારીઓ છે, તેની બહેનોના લગ્ન બાદ જ તે લગ્ન વિશે વિચારી શકે છે.

પરંતુ બહેનોના લગ્ન બાદ યુવકે મહિલા સાથે લગ્ન ન કર્યા અને તેના માતા-પિતાએ મહિલાઓને એક બજારું મહિલા ગણાવી દિધી પરંતુ કોર્ટમાં યુવકે સાબિત કરી દિધું કે તેને મહિલા સાથે ક્યારેય જબરજસ્તી કરી નથી તેમની વચ્ચે જે કંઇપણ થયું તે પરસ્પર સહમતિથી થયું જેના લીધે યુવકને નિર્દોષ છોડી મુકવામાં આવ્યો.

English summary
Pre-marital Physical Relationship is “immoral” and against the “tenets of every religion said delhi court.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.