લદ્દાખઃ મોટી દુર્ઘટના ટળી, આર્મીના હેલિકોપ્ટરનું અચાનક લેન્ડિંગ
લદ્દાખઃ ભારતીય વાયુસેનાના એક આર્મી એડવાંસ્ડ લાઇટ હેલીકોપ્ટર ધ્રુવમાં કંઇક ટેક્નિકલ ખરાબીને પગલે પૂર્વી લદ્દાખના ક્ષેત્રમાં અચાનક લેન્ડિંગ (precautionary landing) કરાવવું પડ્યું. સેનાના સૂત્રો પાસેથી જે જાણકારી મળી રહી છે જે મુજબ તમામ ચાલક દળે અને તેમાં સવાર લોકો સુરક્ષિત છે. જણાવી દઇએ કે કંઇપણ દુર્ઘટના સર્જાય તે પહેલા આર્મીના હેલિકોપ્ટરને સુરક્ષિત રીતે જમીન પર ઉતારી દેવામાં આવ્યું હતું, જેથી જાનમાલને કોઇ નુકસાન થયું નથી.
જણાવી દઇએ કે લદ્દાખની ગલવાન વેલી પાસે ભારતીય સેના અને ચીની સેના આમને સામને આવી ગયા બાદ ટકરાવ થયો હતો. જેમાં 20 જેટલા ભારતીય સૈનિકો શહીદ થઇ ગયા હતા અને 40 જેટલા ચીની સૈનિકો પણ ઠાર મરાયા હતા. અહેવાલો મુજબ પથ્થર અને કાંટાળા ડંડાથી હુમલો થયો હતો. તે બાદથી જ ભારત અને ચીન વચ્ચે તણાવ વધી ગયો છે જેને ધ્યાનમાં લઇ LAC પર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે અને સેનાની ત્રણેય પાંખને ગમે તેવી સ્થિતિ માટે તૈયાર રહેવા કહી દેવામાં આવ્યું છે.
ગલવાન વિવાદને હાઇ લેવલ મીટિંગ કરી રહ્યા છે રાજનાથ સિંહ, CDS સહિત ત્રણેય સેનાના પ્રમુખ હાજર