For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીજેપીની આ ગુજ્જુ મિસ્ટ્રી ગર્લે બગાડી કપિલ સિબ્બલની ગેમ

|
Google Oneindia Gujarati News

હેડલાઇન વાંચીને જો તમે તે વિચારમાં પડી ગયા હોવ કે કોણ છે ગુજરાતની આ મિસ્ટ્રી ગર્લ તો જણાવી દઇએ કે બીજુ કોઇ નહીં પણ ગુજરાતના અરબપતિ બિઝનેસમેન હરિહર મહાપાત્રાની પત્ની પ્રિતિ મહાપાત્રા છે. જેમણે મંગળવારે યુપીમાં રાજ્યસભાની સીટ માટે નિર્દલીય ઉમેદવાર તરીકે નામાંકન ભરીને લોકોને રાજકારણમાં નવા સમીકરણો સર્જ્યા છે.

નોંધનીય છે કે યુપીમાં રાજ્યસભાની 11 સીટો પર ચૂંટણી થવાની છે. પણ પ્રિતીની એન્ટ્રી ત્યાં જે રીતે થઇ છે તેનાથી કલિપ સિબ્બલનું ગણિત ચોક્કસથી બગડી જશે. રાજ્યસભા માટેનું આ વોટિંગ 11 જૂને થશે. ત્યારે કેવી રીતે આ ગુજરાતી નારી યુપીની રાજ્યસભાની ચૂંટણીમાં બધાનો કપિલ સિબ્બલનું ગણિત બગાડશે તે વિષે વધુ જાણો અહીં....

કપિલ સિબ્બલ

કપિલ સિબ્બલ

યુપીમાં રાજ્યસભાની ચૂંટણી 11 સીટો પર થશે. જેમાં 7 સીટો સમાજવાદી પાર્ટી, 2 બહુજન સમાજ પાર્ટી અને એક-એક ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારની રહેશે. પણ નિર્દલી ઉમેદવાર તરીકેની પ્રિતિની એન્ટ્રી ચૂંટણીનો જંગ સાફ થઇ ગયો છે.

34 વોટ

34 વોટ

સામાન્ય રીતે રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે કોઇ પણ ઉમેદવારને 34 વોટની જરૂર હોય છે. સપાની પાસે વિધાનસભામાં 229 સીટો છે. માટે તેની આ તમામ સીટો જીતવા માટે 8 વિધાયક જોઇએ છે પણ તેમણે ખાલી 7 ઉમેદવારોને જગ્યા આપી અને આઠમી સીટ તે અજીત સિંહની પાર્ટીથી મળી શકે છે જેની પાસે આઠ વિધાયક છે. જે રીતે સપા સેફ જોનમાં છે

બસપા

બસપા

હવે વાત કરીએ બસપાની તો બસપા પાસે 79 સીટ છે તેણે પોતાના બે ઉમેદવાર ઊભા કર્યા છે જે માટે તેને 69 વોટ જોશે. જે તેને આરામથી મળી જશે. આ રીતે તે પણ સલામત છે.

ભાજપ

ભાજપ

ભાજપ પાસે પોતાના 41 વિધાયક છે. અને જીતવા માટે તેને 34 વોટ જોઇએ છે. આમ તે પણ ડેન્જર જોનની બહાર છે.

બચી કોંગ્રેસ અને સિબ્બલ

બચી કોંગ્રેસ અને સિબ્બલ

પણ કોંગ્રેસ મુશ્કેલીમાં છે. તેની પાસે ખાલી 29 સીટો જ છે. અને સપા અને બસપા તેની કોઇ સર્મથન આપવાથી રહ્યા. કોંગ્રેસને આશા હતી કે તેને 5 વોટ મળશે માટે જ તેમને મેદાનમાં ઉતાર્યા હતા પણ હવે પ્રિતિના આવવાથી આ પાંચ વોટ પણ કોંગ્રેસને મળશે કે કેમ તે સવાલ છે?

કેવી રીતે ફસાયા સિબ્બલ

કેવી રીતે ફસાયા સિબ્બલ

મીડિયા સુત્રો મુજબ બીજેપીએ આ રીતે એક જોરદાર રાજકીય દેવપેચ રમ્યો છે જે કોંગ્રેસને નિસ્તોનાબુદ કરી શકે છે.

કોણ છે પ્રિતિ મહાપાત્રા?

કોણ છે પ્રિતિ મહાપાત્રા?

ગુજરાતી બિઝનેસમેન હરિહર મહાપાત્રાની પત્ની પ્રિતી સોશ્યલ વર્કર છે. તે કૃષ્ણલીલા ફાઉન્ડેશન નામે એક એનજીઓ ચલાવે છે. જેણે સ્વચ્છ ભારત મિશન માટે ગુજરાતના નવસારીમાં 12 હજારથી વધુ શૌચાલયો બનાવ્યા હતા.

English summary
The last minute entry of political novice from Gujarat Preeti Mahapatra as independent candidate with BJP support for the Rajya Sabha elections in UP, has created a worry for Congress candidate Kapil Sibal and cast vote in his favour on June 11
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X