ગર્ભવતી હાથણી મોત કેસઃ 'જાણીજોઈને ફટાકડા ખવડાવવાના દાવા પર ભરોસો કરવો મુશ્કેલ'
કેરળના મલપ્પુરમમાં ફટાકડાથી ભરેલુ અનાનસ ખાધા બાદ ગર્ભવતી માદા હાથીના મોત મામલે પોલિસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે. જો કે કસ્ટડીમાં લેવાયેલ વ્યક્તિની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. તમને જણાવી દઈએ કે હાથણીને વિસ્ફોટક ખવડાવવા બાબતે પોલિસે એફઆઈઆર નોંધી તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટનાએ કેન્દ્ર અને રાજ્ય સરકારને હચમચાવી દીધી છે. સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં લોકો પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે.
વન વિભાગના મુખ્ય સંરક્ષક અને મુખ્ય વન્યજીવન વૉર્ડન સુરેન્દ્રકુમારે મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ, હાથણીના મોતના મુખ્ય કારણોમાં વિસ્ફોટકોથી ભરેલુ ફળ ખાવાનુ હોઈ શકે છે. જો કે અમારી પાસે આના હજુ સુધી કોઈ પુરાવા નથી. મુખ્ય વન્યજીવ વૉર્ડનનુ કહેવુ છે કે પ્રારંભિક પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે વિસ્ફોટકથી હાથીનુ મોઢુ ઘાયલ થઈ ગયુ હતુ. તેમણે કહ્યુ, વિસ્ફોટક કઈ રીતે આપવામાં આવ્યો, અનાનસમાં, ફળમાં કે કપડામાં લપેટીને, આની પૂરી માહિતી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે.
'આવતી વખતે ગુજરાતી ખિચડી બનાવીશ': virtual meetingમાં બોલ્યા ઑસ્ટ્રેલિયન પીએમ