નેસ વાડિયાએ છેડતીનો કેસ પાછો લેવાની માંગ કરી, પ્રીતિ ઝિંટાએ કર્યો ઈનકાર
પ્રીતિ ઝિંટા અને નેસ વાડિયાનો સંબંધ હવે જૂના જમાનાની વાત થઈ ગઈ છે પરંતુ કહે છે ને કે ભૂતકાળ હંમેશા પડછાયો બનીને સાથે રહે છે. જો કોઈ તેને છોડવા પણ ઈચ્છે તો તે કોઈને છોડતો નથી. કંઈક આવુ જ બન્યુ છે પ્રીતિ અને નેસ વાડિયા સાથે. પ્રીતિએ વર્ષ 2014 માં નેસ વાડિયા સામે કેસ દાખલ કર્યો હતો જે હજુ પણ ચાલી રહ્યો છે. પ્રીતિએ નેસ પર આરોપ લગાવ્યો હતો કે 2014 ની એક આઈપીએલ મેચ દરમિયાન વાડિયાએ બધાની સામે તેની સાથે છેડતી કરી અને તેને ગાળાગાળી કરી.

નેસ વાડિયાએ કેસ પાછો લેવાની માંગ કરી
નેસ આ કેસમાં જામીન પર છૂટેલા છે. તેમણે પ્રીતિને પોતાનો કેસ પાછો ખેંચવાની અપીલ કરી છે. લેટેસ્ટ સુનાવણીમાં તેને નિરાશા મળી છે કારણકે પ્રીતિએ કેસ ફગાવી દેવાની પિટીશન પર મંજૂરી આપવા માટે સમય માંગ્યો છે. જો કે સમાચાર મુજબ પ્રીતિએ નેસ વાડિયાની અપીલ પર હજુ સુધી કોઈ રિએક્શન આપ્યુ નથી.
આ પણ વાંચોઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે કોંગ્રેસની પ્રશંસા કરી

પ્રીતિ તરફથી કોઈ જવાબ આવ્યો નથી
તમને જણાવી દઈએ કે કેસના ચાર વર્ષ બાદ મુંબઈ પોલિસે વર્ષ 2018 ના ફેબ્રુઆરીમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. ત્યારબાદ વાડિયા જામીન પર છૂટેલા છે. જેની શરતો મુજબ તેમણે દેશની બહાર પગ મૂકતા પહેલા દર વખતે કોર્ટની મંજૂરી લેવી પડશે. નેસ દ્વારા આરોપ પાછો લેવાની વિનંતી પર પ્રીતિના વકીલ તરફથી ત્રણ સપ્તાહનો સમય માંગવામાં આવ્યો હતો પરંતુ હજુ સુધી પ્રીતિ તરફથી કોઈ જવાબ આવ્યો નથી.

પ્રીતિ ઝિંટાએ નેસ વાડિયા પર લગાવ્યા હતા ગંભીર આરોપ
ઉલ્લેખનીય છે કે 13 જૂન 2014 ના રોજ પ્રીતિ ઝિંટાએ પોતાના બિઝનેસમેન એક્સ બોયફ્રેન્ડ અને તેની સાથે કિંગ્ઝ ઈલેવન પંજાબના સહ માલિક નેસ વાડિયા પર છેડતી કરવાનો અને ધમકાવાનો આરોપ લગાવ્યો હતો. તમને જણાવી દઈએ કે પ્રીતિ અને નેસ વચ્ચે માત્ર પ્રોફેશનલ સંબંધો જ નહોતા પરંતુ બંને પાંચ વર્ષો સુધી રિલેશનશીપમાં હતા. બંને સાથે ઘણા ખુશ દેખાતા હતા પરંતુ સંબંધોનો અંત આ રીતે થશે તે કોઈએ વિચાર્યુ નહોતુ.

નેસની મા અને નેસનો આશિક મિજાજ કારણભૂત
જો કે પબ્લિક પ્લેટફોર્મ પર નેસ વાડિયા પર સંગીન આરોપ લગાવનાર પ્રીતિએ ક્યારેય પોતાના બ્રેક અપ વિશે મીડિયાને કંઈ કહ્યુ નથી પરંતુ હંમેશા ગોસિપ ગલીઓમાં વાતો થતી રહે છે કે આ બધા પાછળ નેસની મા અને નેસનો આશિક મિજાજ કારણભૂત છે. સમાચારોમાં કહેવાયુ છે કે પ્રીતિ નેસ વાડિયાની મા ને પસંદ નહોતી કરતી કારણકે પ્રીતિ ઝિંટા બહુ તેજ-તર્રાર છે એટલા માટે નેસ અને પ્રીતિ એકબીજાથી દૂર થઈ ગયા.

પ્રીતિએ કરી લીધા લગ્ન
બાદમાં સમાચાર આવ્યા કે આશિક મિજાજ નેસ વાડિયા થોડા સમય બાદ પ્રીતિથી બોર થઈ ગયા હતા અને તેમનું દિલ જાણીતા બિઝનેસમેન વિક્રમ થાપરની ત્યક્તા દીકરી આયેશા થાપર પર આવી ગયુ હતુ કે જે ઘણી સેક્સી, હોટ અને સુંદર હતી. જો કે ચાર વર્ષ પહેલા આઈપીએલ મેચ દરમિયાન પ્રીતિ-નેસ વચ્ચે બધુ ખતમ થઈ ગયુ. બંને વચ્ચે પબ્લિક પ્લેસમાં ઝઘડો થયો અને ત્યારબાદ પ્રીતિએ નેસ સામે કેસ કરી દીધો. પ્રીતિએ પોતાનાથી દસ વર્ષ નાના જીન ગુડએનફ સાથે લગ્ન કરી લીધા.
આ પણ વાંચોઃ જિંદાલ નેચર કેરમાં ઈલાજ કરાવશે હાર્દિક, બેંગ્લોર પહોંચ્યો