For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હરસિમરત કૌરનું રાજીનામું મંજૂર, નરેન્દ્ર સિંહ તોમરને મળી આ જવાબદારી

હરસિમરત કૌરનું રાજીનામું મંજૂર, નરેન્દ્ર સિંહ તોમરને મળી આ જવાબદારી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ગુરુવારે લોકસભામાં કૃષિ સુધાર બિલ પાસ કરી દેવામાં આવ્યાં. આ બિલને પગલે એનડીએમાં જ દરાર પડી ગઈ છે. કૃષિ બિલના વિરોધમાં કેન્દ્રીય મંત્રી અને શિરોમણિ અકાલી દળની સાંસદ હરસિમરત કૌર બાદલે કેબિનેટ મંત્રીના પદેથી રાજીનામું આપી દીધું છે. મોદી સરકારમાં શિરોમણિ અકાલી દળ સહયોગી દળ તરીકે છે. પરંતુ કૃષિ સુધાર બિલને લોકસભામાં ધ્વનિમતથી પાસ કરી દેવાયા બાદ હરસિમર કૌર બાદલે તેનો વિરોધ કરતાં ફુડ પ્રોેસિંગ ઈન્ડસ્ટ્રી મંત્રીના પદેથી રાજીનામું આપી દીધું હતું.

harsimrat kaur

રાષ્ટ્રપતિ ભવન તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હરસિમરત કૌરનું રાજીનામું મંજૂર કરી લીધું છે. રાષ્ટ્રપતિએ વડાપ્રધાનની ભલામણને માનતાં નરેન્દ્ર સિંહ તોમરને તેમના વિભાગની સાથોસાથ ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલયની જવાબદારી પણ સોંપી દીધી છે.

જો કે આ રાજીનામાં બાદ શિરોમણિ અકાલી દળે કહ્યું કે સરકારને તેમનો સહયોગ ચાલુ રહેશે. આ રાજીનામા બાદદ હરસિમરત કૌરે ટ્વીટ કરી લખ્યું કે ખેડૂતો સાથે તેમની દીકરી અને બહેનના રૂપમાં ઉફભી રહેવાનો મને ગર્વ છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે, 'મેં ખેડૂત વિરોધી અધ્યાદેશ અને કાનૂનના વિરોધમાં મંત્રીપદથી રાજીનામું આપી દીધું છે. ખેડૂતો સાથે ઉભી છું તેનો મને ગર્વ છે.'

જણાવી દઈએ કે હરસિમરત કૌર બાદલ મોદી સરકારમાં અકાલી દળની એકમાત્ર પ્રતિનિધિ હતી, જેમણે હવે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અકાલી દળ ભાજપની જૂની સહયોગી પાર્ટી છે. આ બિલ લોકસભામાં પાસ થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી અને ટ્વીટ કરી લખ્યું કે આ પળ દેશના ખેડૂતો માટે મહત્વનું છે. લોકસભામાં ઐતિહાસિક કૃષિ સુધાર બિલ પાસ થવું દેશના ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ પગલું છે. આ બિલથી દેશના અન્નદાતાઓને વચેટિયાઓ અને તમામ અવરોધોથી મુક્તિ મળશે. તેમણે કહ્યું કે કૃષિ સુધારથી ખેડૂતોને પોતાની ઉપજ વેચવા માટે નવા નવા અવસર મળશે અને તેમનો પ્રોફિટ વધશે. પીએમ મોદીએ કહ્યું કે આ બિલ દેશના ખેડૂતોને સશક્ત કરાવશે.

6 મહિનાના લૉકડાઉનમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીને 9000 કરોડનું નુકસાન6 મહિનાના લૉકડાઉનમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીને 9000 કરોડનું નુકસાન

English summary
president appointed narendra tomar in place of harmsimrat kaur badal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X