મોદી સરકારના ત્રણ તલાક વટહુકમને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી
ત્રણ તલાક માટે મોદી સરકાર તરફથી લાવવામાં આવેલ વટહુકમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી મંજૂરી મળી ગઈ છે. તમને જણાવી દઈએ કે મંગળવારે મોદી સરકારે કેબિનેટની બેઠકમાં આ વટહુકમ પર નિર્ણય લીધો હતો. પીએમ નરેન્દ્ર મોદીની આગેવાનીમાં પીએમ નિવાસ સ્થાને આ બેઠકમાં આ અધ્યાદેશને મંજૂરી આપવામાં આવી. ત્યારબાદ આને મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવ્યુ હતુ.
તમને જણાવી દઈએ કે ત્રણ તલાક વટહુકમમાં મુસ્લિમ મહિલાઓને એક સાથે ત્રણ વાર તલાક કહીને એટલે કે તલાક એ બિદ્દત દ્વારા લગ્ન તોડવાની મનાઈ છે. આમ કરનારા પુરુષો માટે આ વટહુકમમાં સજાની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે આ વટહુકમ હેઠળ એક વારમાં ત્રણ તલાક આપવા ગેરકાયદેસર અને અમાન્ય ગણાશે. આમ કરનારાને ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે. આ મામલે ત્યારે કાર્યવાહી કરવામાં આવશે જ્યારે વિવાહિત મુસ્લિમ મહિલા કે પછી તેના કોઈ નજીકના સગા તે વ્યક્તિ અંગે સૂચના આપશે જેણે એક વારમાં ત્રણ તલાક આપ્યા છે.
Muslim Women (Protection of Rights on Marriage) Second Ordinance, 2019 has been promulgated by the President to give continued effect to the provisions brought in by Muslim Women (Protection of Rights on Marriage) Ordinance, 2019. pic.twitter.com/fdbYmP3FtN
— ANI (@ANI) 21 February 2019
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેમ્બરમાં ત્રણ તલાક બિલ (2018) ને લોકસભામાં પસાર કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ આ બિલ માટે સંસદમાં ઘણી લાંબી ચર્ચા પણ થઈ. આ બિલ માટે વિપક્ષે માંગ કરી કે તેને સિલેક્ટ કમિટીને મોકલવામાં આવે. લોકસભામાં પસાર થયા બાદ આ બિલ રાજ્યસભામાં પાસ ન થઈ શક્યુ અને બિલ લટકી ગયુ હતુ. હાલમાં 13 ફેબ્રુઆરીના રોજ મોદી સરકાર માટે રાજ્યસભામાં અંતિમ સત્ર પણ સમાપ્ત થઈ ગયુ હતુ. એટલા માટે સરકાર એકવાર ફરીથી વટહુકમ 2019 લઈને આવી હતી.
આ પણ વાંચોઃ 'મોદીજીના નવા ભારતમાં સ્વાગત, જવાનોને શહીદનો દરજ્જો નહિ, અંબાણીને 30000 કરોડની ભેટ'