રાષ્ટ્રપતિએ પૂછ્યું હતું- ભૂમિ અધિગ્રહણ અધ્યાદેશ પર ઉતાવળ કેમ?
નવી દિલ્હી, 2 જાન્યુઆરી: રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ભૂમિ અધિગ્રહણ સુધારા પર મોદી સરકારના વટ હુકમને મંજૂરી આપતા પહેલા સરકાર પાસે સફાઇ માંગી હતી. સૂત્રો અનુસાર બુધવારે રાત્રે વટ હુકમપર હસ્તાક્ષર કરતા પહેલા મુખર્જીએ વરિષ્ઠ મંત્રીઓને પૂછ્યું હતું કે આખરે વટ હુકમ લાવવાની ઉતાવળ શા માટે છે. જોકે મંત્રીઓ સાથેની ચર્ચા બાદ તેમણે તેને મંજૂરી આપી દીધી. મુખર્જીએ આ પહેલાના વટ હુકમો પર કોઇ સ્પષ્ટીકરણ માંગ્યું ન્હોતું.
સૂત્રો અનુસાર, જ્યાં ભૂમિ અધિગ્રહણ વટ હુકમ પર પ્રેસિડેંટે સફાઇ માંગી, ત્યાં જ ખુદ મુખર્જી ઇંસ્યોરંસ પર લાવવામાં આવેલ વટ હુકમને મંજૂરી માટે તૈયાર હતા, જેથી ફાઇનાન્સિયલ રિફોર્મ્સ અને ઇકોનોમિક ગ્રોથને ઝડપ મળી શકે. સરકારનું કહેવું છે કે ભૂમિ અધિગ્રહણ પર લાવવામાં આવેલા વટ હુકમથી ખેડૂતોના હિતોની રક્ષા થશે અને ઘણા પ્રકારના પ્રોજેક્ટ્સ પર લાગેલો પ્રતિબંધ હટી જશે.