For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ સંસદના બંને સભાગૃહોને સંબોધ્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 જૂન : આજે લોકસભા અને રાજ્યસભા એમ સંસદના બંને ગૃહોને સંયુક્ત સંબોધન કરતા ભારતીય રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કહ્યું કે સૌનો સાથ, સૌનો વિકાસ આ નવી સરકારનો મંત્ર છે. તેમના આજના ભાષણમં નરેન્દ્ર મોદીની સરકારનો રોડમેપ જોવા મળ્યો.

આજે સવારે 11 કલાકે રાષ્ટ્રપતિએ સંસદના સેન્ટ્રલ હોલમાં પોતાનું સંબોધન શરૂ કર્યું હતું. ભાષણના આરંભમાં તેમણે લોકસભામાં નવનિયુક્ત સાંસદોને શુભકામના પાઠવી હતી. શુભેચ્છાઓ આપતા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ જણાવ્યું કે, ત્રીસ વર્ષો બાદ આ દેશને આવો જનાદેશ મળ્યો છે. જનતાએ વિકાસના પક્ષે મતદાન કર્યું છે. મતદારોઓ સ્થિર સરકાર માટે મત આપ્યા છે.

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પાંચ T(ટી) પર કામ કરવાનો ભાર મૂક્યો હતો. જેમાં ટ્રેડિશન, ટૂરિઝમ, ટેલેન્ટ, ટેક્નોલોજી અને ટ્રેડ પર ભાર મૂકવા જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે એક ભારત શ્રેષ્ઠ ભારતના પક્ષમાં લોકોએ પોતાનો જનાદેશ દર્શાવ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે દેશમાં હવે આતંકવાદ અને નક્સલવાદને સાંખી નહીં લેવાય. રાષ્ટ્રપતિએ કહ્યું કે અમને દેશની સેના પર ગર્વ છે. સેનાના આધુનિકરણ પર ભાર મૂકાશે. જવાનોને હિતનું સંપૂર્ણ ધ્યાન રખાશે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે નવી સરકારનો મંત્ર છે, સૌનો સાથ સૌનો વિકાસ. મિનિમમ ગવર્મેન્ટ અને મેક્સિસમ ગવર્ન્સનો મંત્ર છે. તેમણે કહ્યું કે ગરીબી દેશના તમામ વર્ગો માટે અભિશાપ છે. જનતાની મૂળ જરૂરિયાતોને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. સંગ્રહખોરી અને કાળાબજારનો રોકવું સરકારનું લક્ષ્ય છે. પંચાયતી રાજ દ્વારા ગામના વિકાસ પર ભાર મૂકાયો છે.

આ સરકારે સૌ કોઈને પાણી પુરવઠો પૂરો પાડવાનું લક્ષ્ય રાખ્યું છે. દરેક રાજ્યમાં આઇઆઇટી, અને આઇઆઇએમની રચના થશે. રાષ્ટ્રીય ખેલ ઝુંબેશ ચલાવાશે. ખાદ્ય મોંઘવારી પણ ઓછી કરવી લક્ષ્ય છે. દરેક ઘરમાં શૌચાલયની નીતિ બનાવાશે. સ્વચ્છ ભારતની ઝુંબેશ ચલાવાશે.

મુખરજીએ વધુમાં જણાવ્યું કે કાશ્મીરી પંડિતોને ઘાટીમાં ફરીથી વસવાટ કરાવાશે. મહિલાઓને 33 ટકા અનામત આપવામાં આવશે. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે કાળુ નાણું દેશમાં લાવવા માટે સીટની રચના થઈ ચૂકી છે. વિદેશોની સરકાર પાસેથી પણ આ માટે મદદ લેવાશે.

ગરીબી અને ભૂખમરો પ્રાથમિકતા છે. રોજગાર માટે દેશમાં રોકાણ વધારવામાં આવશે. ગામ અને શહેર વચ્ચેનું અતર દૂર કરાશે. દેશમાં હાઇસ્પીડ ટ્રોનો ચાલશે. પર્વતીય રાજ્યોમાં રેલ સેવા વધારવા પર પણ ભાર મૂકાયો છે. લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન અપાશે.

રાષ્ટ્રપતિ પ્રવણ મુખરજીએ પોતાનું ભાષણ પૂરું કર્યા બાદ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ હિન્દીમાં બંને ગૃહોને સંબોધન કર્યું હતું.

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ સંસદના બંને સભાગૃહોને સંબોધ્યા

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ સંસદના બંને સભાગૃહોને સંબોધ્યા

રાષ્ટ્રપતિએ કહ્યું કે નવી સરકારનો મંત્ર છે, સૌનો સાથ સૌનો વિકાસ.

સંસદમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી

સંસદમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી

મિનિમમ ગવર્મેન્ટ અને મેક્સિસમ ગવર્ન્સનો મંત્ર છે.

સંસદમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી

સંસદમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી

તેમણે કહ્યું કે ગરીબી દેશના તમામ વર્ગો માટે અભિશાપ છે.

સંસદમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી

સંસદમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી

જનતાની મૂળ જરૂરિયાતોને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.

સંસદમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી

સંસદમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી

સંગ્રહખોરી અને કાળાબજારનો રોકવું સરકારનું લક્ષ્ય છે. પંચાયતી રાજ દ્વારા ગામના વિકાસ પર ભાર મૂકાયો છે.

સંસદમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી

સંસદમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી

આ સરકારે સૌ કોઈને પાણી પુરવઠો પૂરો પાડવાનું લક્ષ્ય રાખ્યું છે. દરેક રાજ્યમાં આઇઆઇટી, અને આઇઆઇએમની રચના થશે.

સંસદમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી

સંસદમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી

દરેક ઘરમાં શૌચાલયની નીતિ બનાવાશે. સ્વચ્છ ભારતની ઝુંબેશ ચલાવાશે.

English summary
President Pranab Mukherjee addresses parliaments joint session on June 9
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X