For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રપતિએ ખેલોડીઓને રાષ્ટ્રિય ખેલ એવોર્ડથી કર્યા સન્માનિત

|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રિય ખેલ એવોર્ડથી સન્માનિત કર્યા છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આ પ્રસંગે ખેલ રત્ન, અર્જૂન પુરસ્કારની ખેલાડીઓને સન્માનિત કર્યા. તે સિવાય ખેલોડીઓના કોચને પણ દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત કર્યા.

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ બેડમિન્ટન ખેલાડી પીવી સિંધૂ, શૂટર જીતૂ રોય, જિમાનિસ્ટ ખેલાડી દીપા કરમાકર અને રેસલર સાક્ષી મલિકને ખેલ રત્નથી સન્માનિત કર્યા.

pranab mukherjee

ત્યાં જ દીપા કરમાકરના કોચ બિશ્વેવર નંદી અને વિરાટ કોહલી, ઇશાંત શર્માના કોચ રાજકુમાર શર્માને દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત કર્યા. અર્જૂન એવોર્ડનું સન્માન લલિતા શિવાજી બાબર તથા ફૂટબોલર સુબ્રતા પોલ અને હોકી ખેલાડી રધુનાથ વી આરને આપવામાં આવ્યું.

રિયો ઓલમ્પિક દરમિયાન ઇજાગ્રસ્ત થતા બહાર થયેલી રેસલર વિનેશ ફોગટને પણ રાષ્ટ્રપતિએ અર્જૂન એવોર્ડથી સન્માનિત કરી હતી. આ પ્રસંગે તે વ્હીલ ચેયર પર બેસીને આવી હતી.

English summary
President Pranab Mukherjee to give away national sports awards at Rashtrapati Bhawan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X