• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નાગરિકતા સુધારા કાયદો લાવીને સરકારે બાપૂની ઈચ્છા પૂરી કરીઃ રાષ્ટ્રપતિ કોવિંદ

|
Google Oneindia Gujarati News

આજથી સંસદનુ બજેટ સત્ર શરૂ થઈ રહ્યુ છે. મોદી સરકારના બીજા કાર્યકાળનુ પહેલુ બજેટ 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે, શુક્રવારે બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણથી થઈ છે.

‘ઐતિહાસિક કાયદા બનાવ્યા છે'

‘ઐતિહાસિક કાયદા બનાવ્યા છે'

પોતાના સંબોધનમાં મહામહિમ કોવિંદે કહ્યુ કે આ દશક ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દશકમાં આપણી સ્વતંત્રતાને 75 વર્ષ પૂરા થયા. મારી સરકારના પ્રયાસથી આ સદીને ભારતની સદી બનાવવાનો મજબૂત પાયો નાખવામાં આવી ચૂક્યો છે. આ લોકસભા પહેલા સત્રમાં કાર્ય પ્રદર્શન ગયા વર્ષોમાં એક રેકોર્ડ રહ્યો છે. મહિલાઓને ન્યાય આપતો ત્રણ તલાકનો કાયદો, અનિયમિટ જમા યોજના પ્રતિબંધ કાયદો, ચિટફંડ સુધારા કાયદો, યૌન શોષણ ગુનાઓની સજા કડક કરતા કાયદા જેવા ઐતિહાસિક કાયદા બનાવવામાં આવ્યા છે.

‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ'

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યુ કે સુપ્રીમ કોર્ટમાં રામજન્મભૂમિ પર ચુકાદા બાદ જનતાએ જે રીતે પરિપક્વતાનો પરિચય આપ્યો તે પ્રશંસનીય છે, 21મી સદીના ત્રીજા દશકના પ્રારંભમાં સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરીને મને પ્રસન્નતા થઈ રહી છે. હું ફરીથી નવા વર્ષની શુભકામનાઓ સાથે બધા સંસદ સભ્યોને આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી થવા માટે અભિનંદન પાઠવુ છુ. મારી સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસના આદર્શ પર ચાલીને નિષ્ઠાથી કામ કરી રહી છે.

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકોને હવે અધિકાર મળ્યા છે

મારી સરકારની યોજનાઓએ દરેક ધર્મના ગરીબોને સુવિધાઓ પહોંચાડી છે. શું જમ્મુ કાશ્મીરના લોકો એ મૂળભૂત અધિકારીના હકપાત્ર નથી જે આખા દેશને આપવામાં આવે છે. અમે કરોડો સૈનિકોનુ સપનુ સાકાર કર્યુ છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોને બાકીના દેશવાસીઓની જેમ અધિકાર મળ્યા છે, વર્ષ 2018ના અંતમાં જમ્મુ કાશ્મીરમાં પંચાયતોમાં શાંતિપૂર્ણ ચૂંટણી પૂર્ણ થઈ હતી. ત્યાં બ્લૉક ડેવલપમેન્ટ કાઉન્સિલની પણ ચૂંટણી કરાવવામાં આવી. હવે ત્યાં ઘણી યોજનાઓને પારદર્શી રીતે પૂરો લાભ મળી રહ્યો છે.

સરકારે બાપૂની ઈચ્છે પૂરી કરી

રાષ્ટ્રપતિએ સંસદમાં કહ્યુ કે વિભાજન વખતે ભારતના લોકોને ઘણી મુશ્કેલીઓ થઈ. મહાત્મા ગાંધીએ કહ્યુ હતુ કે જે હિંદુ પાકિસ્તાનમાં ન રહેવા ઈચ્છતા હોય તે ભારત આવી શકે છે. મારી સરકારે નાગરિકતા લાગુ કરીને બાપૂની ઈચ્છા પૂરી કરી. રાષ્ટ્રપતિએ જેવુ પોતાના ભાષણમાં સીએએનો ઉલ્લેખ કર્યો તો વિપક્ષી નેતાઓએ સંસદમાં હોબાળો કર્યો અને નારેબાજી કરી. રાષ્ટ્પપતિ રામનાથ કોવિંદે આ દરમિયાન પાકિસ્તાનમાં હિંદુઓ પર થઈ રહેલા હુમલાની નિંદા કરી અને નનકાના સાહિબની ઘટનાનો ઉલ્લેખ કર્યો.

આ પણ વાંચોઃ કોરોના વાયરસઃ બપોરે 12 વાગે એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટ થશે વુહાન રવાનાઆ પણ વાંચોઃ કોરોના વાયરસઃ બપોરે 12 વાગે એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટ થશે વુહાન રવાના

English summary
President Ram Nath Kovind addressed joint sitting of Parliament, starts by invoking Mahatma Gandhi and Nehru.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X