આરોગ્યકર્મીઓ પર હુમલો કરવો પડશે ભારે, વટહુકમને રાષ્ટ્રપતિની મંજૂરી
કોરોના સંકટકાળમાં તમામ ડૉક્ટર અને આરોગ્યકર્મી પોતાનો જીવ જોખમમાં નાખીને લોકોનો જીવ બચાવવામાં લાગેલા છે. પરંતુ તેમછતાં આ દેશના અલગ અલગ ભાગોમાં તેમના પર હુમલા થઈ રહ્યા છે. આ હુમલાના વિરોધમાં કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યુ અને આના પર કાયદો બનાવવાનો નિર્ણય કર્યો. સરકાર આરોગ્યકર્મીઓ હુમલો રોકવાના ઉદ્દેશ્યથી વટહુકમ લઈને આવી, જેને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાની મંજૂરી આપી છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ હવે આ વટહુકમ કાયદો બનાવવામાં આવ્યો છે. એવામાં આરોગ્યકર્મીઓ પર હુમલો કરનારાને હવે ગંભીર પરિણામ ભોગવવા પડશે.
નવા વટહુકમ મહામારી રોગ(સુધારો) વટહુકમ 2020ને રાષ્ટ્રપતિને મંજૂરી મળ્યા બાદ હવે આ કાયદો બની ગયો છે. આ કાયદા હેઠળ મેડીકલ ટીમ પર હુમલો કરવા પર 3 મહિનાથી 5 વર્ષની સજા અને 50,000થી 2 લાખ રૂપિયા સુધીનો દંડ થશે. જો ગંભીર નુકશાન થયુ છે તો 6 મહિનાથી 7 વર્ષની સજાની જોગવાઈ અને દંડ 1 લાખથી 5 લાખ રૂપિયા છે. આ બાબતે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યુ હતુ કે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ આ તત્કાલ પ્રભાવથી લાગુ થઈ જશે. બુધવારે જાવડેકરે જણાવ્યુ કે મહામારી રોગ અધિનિયમ, 1897માં સુધારો કરીને વટહુકમ લાગુ કરવામાં આવશે.
આવો ગુનો હવે સંજ્ઞેય અને બિન જમીનપાત્ર હશે. વળી જો આરોગ્યકર્મીના વાહનો કે ક્લીનિકને નુકશાન પહોંચાડ્યુ તો આવુ કરનાર પાસેથી ક્ષતિગ્રસ્ત કરેલી સંપત્તિના બજાર મૂલ્યથી બમણા ભાવ વળતર તરીકે વસૂલવામાં આવશે. જાવડેકરે આરોગ્યકર્મીઓ માટે 50 હજારના વીમાની પણ ઘોષણા કરી છે. સાથે જ તેમણે જણાવ્યુ કે સરકારે 1.88 કરોડ રકમની પીપીઈની પણ ઑર્ડર કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Video: સમાજમાં નફરત ફેલાવવાના આરોપમાં રિપબ્લિક ટીવીના એડિટર અર્નબ સામે FIR