For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજેટ સત્ર શરૂ કરતા રાષ્ટ્રપતિએ કહ્યું ભારત માટે મહત્વનું છે આ વર્ષ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બજેટ સત્ર શરૂ કરતા પહેલા બંને સદનોને સંબોધિત કરતા એક ભાષણ આપ્યું હતું. જાણો તેમના ભાષણના મુખ્ય અંશો અહીં.

|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બજેટ સત્રની શરૂઆતમાં બંને સદનોને સંબોધિત કરતા એક ભાષણ આપ્યું છે. નોંધનીય છે કે બજેટ સત્રની પરંપરા મુજબ બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિના ભાષણથી થાય છે. વધુમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, રાષ્ટ્રપતિ બન્યા તે પછી પહેલી વાર બજેટ સત્ર પર બંને સદનોને સંબોધિત કરીને ભાષણ આપી રહ્યા છે. 29 જાન્યુઆરીના રોજ આજે આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે. અને 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરવામાં આવશે. ત્યારે બજેટ સત્રના ભાષણની શરૂઆતમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જણાવ્યું કે આ વર્ષ ભારત માટે મહત્વનું છે. ત્યારે રાષ્ટ્રપતિના ભાષણના અંશો જાણો અહીં...

president
  • સરકારે વન રેન્ક વન પેન્શનનો વાયદો પૂર્ણ કરતા 20 લાખની વધુ સેવાનિવૃત્ત સૈનિકોને 10,000 કરોડ રૂપિયાથી વધુ રાશિનું ભુક્તાન કર્યું છે.
  • જમ્મુ કાશ્મીરના આંતરિક વિસ્તારોથી આંતકી હિંસા અને સીમા પર થઇ રહેલા ધૂસણખોરીનો જમ્મુ કાશ્મીર પોલીસ અને સેનાની સાથે આપણા અર્ધસૈન્યદળો ઉપયુક્ત જવાબ આપી રહ્યા છે.
  • આધાર દ્વારા ગરીબ લાભાર્થીને મળતી સુવિધા સીધી રીતે તેમને જ મળી રહી છે. વર્તમાન સરકાર 400થી વધુ યોજનાઓમાં ડિઝિટલ ચુકવણી કરી રહી છે. અને અત્યાર સુધીમાં 57,000 કરોડ રૂપિયાથી વધુ રાશિ ખોટા લોકોના હાથમાંથી જતી બચાવવામાં આવી છે.
  • ગત સાડા ત્રણ વર્ષોમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં 93 ટકાથી વધુ ઘરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન આવાસ યોજના હેઠળ, ગરીબોને મોટી સંખ્યામાં ઘર આપવામાં આવ્યા છે.
  • સરકારની નીતિઓ અને ખેડૂતોની મહેનતના પરિણામે દેશમાં 275 મિલિયન ટનથી વધુ ખાદ્યઅન્ન અને લગભગ 300 મિલિયન ટન ફળો અને શાકભાજીનું રેકોર્ડ ઉત્પાદન થયું છે.
  • પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ લગભગ 10 કરોડ ઋણ સ્વીકૃત કરવામાં આવ્યું છે. અને 4 લાખ કરોડ રૂપિયાથી વધુ દેવું આપવામાં આવ્યું છે. લગભગ 3 કરોડ લોકો તેવા છે જેમણે પહેલીવાર આ યોજનાનો લાભ લીધો છે. અને સ્વરોજગાર શરૂ કરવામાં સફળ થયા છે.
  • મેરી સરકાર ત્રણ તલાક પર વિધેયક સંસદમાં રજૂ કરી રહી છે. અને હું આશા કરું છું કે સંસદમાં શીધ્ર તેવી કાનૂનનું સ્વરૂપ આપવામાં આવશે જેથી મુસ્લિમ બહેનો અને દિકરીઓ આત્મસન્માનની સાથે ભયમુક્ત જીવન જીવી શકે.
  • ગરીબ મહિલાઓને પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ સુવિધા સંપન્ન મહિલાઓની બરાબરી કરવાનો અવસર આપવામાં આવ્યો છે. આ યોજના હેઠળ 3 કરોડ 30 લાખ થી વધુ ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે.
  • ભાષણની શરૂઆતમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે ગણતંત્રના અનેક ઉત્સવ આપણે મનાવ્યા છે. પણ આ વખતના ગણતંત્ર દિવસ પર 10 દેશોના પ્રતિનિધિની હાજરી વસુધૈવ કુટુંમ્બકમની દ્રષ્ટ્રિએ નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
  • ગરીબ લોકોને સમર્પિત મારી સરકાર સંવિધાનના મૂળભાવો પર ચાલીને દેશને સામાજીક ન્યાય તથા આર્થિક લોકતંત્રને સશક્ત કરવાનો અને સામાન્ય નાગરિકના જીવનને સરળ બનાવામાં કાર્યરત છે.
  • હું આશા કરું છું કે આ આ સત્રમાં ત્રણ તલાક વિધેયક જલ્દી જ પસાર થાય અને તેને કાનૂની સ્વરૂપ મળે.
  • ભાષણની શરૂઆતમાં રામનાથ કોવિંદે કહ્યું કે 2019માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતી મનાવવામાં આવી રહી છે. ત્યાં સુધી દેશને પૂરી રીતે સ્વચ્છ બનાવી પૂજ્ય બાપુને સાચી શ્રદ્ધા વ્યક્ત કરીએ તે આપણી જવાબદારી છે.
English summary
President Ramnath Kovind address parliament budget 2018. Read here the key point of his speech.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X