For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રપતિએ રાજ્યસભા માટે 4 સભ્યોને કર્યા નોમિનેટ, રાકેશ સિંહાનું પણ નામ

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા રાજ્યસભા માટે 4 સભ્યોને નોમિનેટ કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા રાજ્યસભા માટે 4 સભ્યોને નોમિનેટ કરવામાં આવ્યા છે. રાકેશ સિંહા, રઘુનાથ મહાપાત્રા, સોનલ માનસિંહને રાષ્ટ્રપતિએ રાજ્યસભા માટે નોમિનેટ કર્યા છે. રાકેશ સિંહા આરએસએસની વિચારધારાના સમર્થક છે અને દિલ્હી વિશ્વ વિદ્યાલયમાં પ્રોફેસર છે. સોનલ માનસિંહ દેશની પ્રખ્યાત નૃત્યાંગના છે. રામશકલ યુપીમાં દલિતો માટે કામ કરતા રહ્યા છે. રઘુનાથ મહાપાત્રા વિખ્યાત મૂર્તિકાર છે.

sonal

રાકેશ સિંહા સંઘના વિચારક છે અને મીડિયામાં પ્રખરતા સાથે ભાજપ અને સંઘનો પક્ષ રાખવા માટે જાણીતા છે. તે દિલ્હી વિશ્વ વિદ્યાલયમાં પ્રોફેસર પણ છે. જ્યારે સોનલ માનસિંહ પ્રખ્યાત નૃત્યાંગના છે જેમને પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ અને સંગીત નાટક એકેડમી પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે. જ્યારે ઓડિશાની જાણીતી હસ્તી અને મૂર્તિકાર રઘુનાથ મહાપાત્રાને પદ્મત્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા છે. વળી, રામશકલ જાણીતા ખેડૂત નેતા છે.

તમને જણાવી દઈએ કે હાલમાં જ સચિન તેંડુલકર, રેખા, અનુ આગા અને પારાસનનો રાજ્યસભા કાર્યકાળ સમાપ્ત થયો હતો. ચોમાસા સત્ર પહેલા રાજ્યસભામાંથી ખાલી થયેલી ચાર બેઠકો માટે રમત, કલા અને સામાજિક વર્ગના ઘણા નામોની ચર્ચા થઈ હતી. આમાં ક્રિકેટર કપિલ દેવ, નેતાજી સુભાષચંદ્ર બોઝના પરિવારથી ચંદ્રકુમાર બોઝ અને અભિનેત્રી માધુરી દીક્ષિતના નામોની પણ ચર્ચા હતી.

English summary
President ramnath kovind nominated four members to the Rajya Sabha including rakesh sinha and sonal mansingh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X