રાજ્યપાલની ભલામણને લીલી ઝંડી, મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન માટે રાજ્યપાલની ભલામણને કેબિનેટની મંજૂરી મળ્યા બાદ હવે રાષ્ટ્રપતિએ પણ મંજૂરીની મોહર લગાવી દીધી છે. એટલે કે હવે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થઈ ગયું છે. રાજ્યપાલ દ્વારા પહેલા ભાજપ, પછી શિવસેના અને અંતમાં એનસીપીને સરકાર બનાવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્રણેય પાર્ટીઓ સરકાર બનાવવાનો દાવો રજૂ ન કરી શકી, જે બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થઈ ગયું છે.
શિવસેનાએ મહારાષ્ટ્રમાં રાષ્ટ્ર્પતિ શાસન લાગૂ કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. શિવસેનાએ કહ્યું કે તેમણે એનસીપી અને કોંગ્રેસથી સમર્થન પત્ર હાંસલ કરવા માટે ત્રણ દિવસનો સમય માંગ્યો હતો, પરંતુ રાજ્યપાલે માગણી ફગાવી દીધી. શિવસેનાએ કહ્યું કે રાજ્યપાલે ભાજપને સરકાર બનાવી શકે છે કે નહિ તે જણાવવા માટે 48 કલાકનો સમય આપ્યો હતો, પરંતુ સમર્થન પત્ર મેળવવા માટે શિવસેનાને માત્ર 24 કલાકનો જ સમય આપ્યો. શિવસેનાએ આરોપ લગાવ્યો કે રાજ્યપાલે સરકાર બનાવવાના સરકાર બનાવવાના અવસરથી ઈનકાર કરવા માટે ભાજપના ઈશારે ઉતાવળે કામ કર્યું છે.
જણાવી દઈએ કે બીજી તરફ એનસીપીને પણ રાતના 8.30 વાગ્યા સુધીનો સરકાર બનાવવાનો સમય આપ્યો હતો. ત્યારે એનસીપીને આપેલ સમય મર્યાદા પૂર્ણ થતા પહેલા જ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરી દેવમાં આવ્યું.
મહારાષ્ટ્રઃ રાજ્યપાલના નિર્ણય સામે SC પહોંચી શિવસેના, BJPને 48, અમને 24 કલાક કેમ?