For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફરી પડી મોંઘવારીની માર, પેટ્રોલ-ડિઝલના વધ્યા ભાવ, જાણો કિંમત

આજે ફરીથી એકવાર દિલ્હીમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયો છે. શુક્રવારે સવારે રાજધાનીમાં પેટ્રોલ 22 અને ડિઝલ 28 પૈસા મોંઘુ થયુ છે.

|
Google Oneindia Gujarati News

આજે ફરીથી એકવાર દિલ્હીમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયો છે. શુક્રવારે સવારે રાજધાનીમાં પેટ્રોલ 22 અને ડિઝલ 28 પૈસા મોંઘુ થયુ છે. આ વધારા સાથે શુક્રવારે રાજધાનીમાં પેટ્રોલનો ભાવ 78.52 પ્રતિ લિટર અને ડિઝલનો ભાવ 70.21 પ્રતિ લિટર થઈ ગયો છે. તેલની વધતા ભાવોએ લોકોને ફરીથી ચિંતિત કરી દીધા છે. જો કે સરકારને આશા છે કે કાચા તેલના વૈશ્વિક ભાવો અલ્પકાલિન હશે અને જલ્દી તેમાં ઘટાડો આવશે.

petrol

દિલ્હી ઉપરાંત મહાનગરોમાં પણ તેલના ભાવ વધ્યા છે. મુંબઈમાં પેટ્રોલ 21 પૈસાના વધારા સાથે 85.93 રૂપિયા પ્રતિ લિટર અને ડિઝલ 30 પૈસાના વધારા સાથે 74.54 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગયુ છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે દેશના ચાર મુખ્ય મહાનગરોમાં ડિઝલ પોતાના સૌથી ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયુ હતુ.

પેટ્રોલ-ડિઝલના ભાવોમાં વધારા પર સરકારનું કહેવુ છે કે આ વૃદ્ધિ થોડા સમય માટે છે અને જલ્દી તેમાં ઘટાડો કરવામાં આવશે. વળી, પેટ્રોલ-ડિઝલના ભાવોમાં વૃદ્ધિના કારણે સામાન્ય જનતાના ખીસ્સા ખાલી થઈ રહ્યા છે અને મોંઘવારી કમર તોડી રહી છે. વિપક્ષી દળો પણ કેન્દ્ર સરકાર પર તેલના વધતા ભાવો પર લગામ ન લગાવી શકવાને કારણે હુમલા કરી રહ્યા છે.

English summary
Price of petrol in Delhi at Rs 78.52/litre (increase by Rs 0.22/litre) and price of Diesel at Rs 70.21/litre (increase by Rs 0.28/litre).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X