• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પ્રીતિ ઝિંટાએ લીધા 4 સાક્ષીઓના નામ, ચારેય સાક્ષીઓ જાણીતી સેલેબ્રિટીસ: સૂત્ર

By Kumar Dushyant
|

મુંબઇ, 25 જૂન: બૉલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિંટાએ પોતાના પૂર્વ પુરૂષ મિત્ર નેસ વાડિયાની સાથે થયેલા વિવાદમાં ચાર સાક્ષીઓના નામ લીધા છે. સૂત્રોનું માનીએ તો પ્રીતિ ઝિંટાએ જે સાક્ષીઓના નામ લીધા છે તે જાણીતી હસ્તીઓ છે. મુંબઇ પોલીસ આ હસ્તીઓ સાથે પૂછપરછ કરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રીતિ ઝિંટાનો એક વિદેશી મિત્ર જીન પણ ઝઘડાનો સાક્ષી છે. જીને પ્રીતિ ઝિંટા અને નેસ વાડિયા વચ્ચે ઝઘડામાં બચાવ કર્યો હતો અને નેસ વાડિયાને પ્રીતિ ઝિંટા પર હુમલો કરતાં અટકાવ્યો હતો. સૂત્રોના અનુસાર વિદેશી નાગરિક જીન સાથે મુંબઇ પોલીસ ઇ-મેલના માધ્યમથી સંપર્ક કરશે.

સૂત્રોના અનુસાર જીનના ઉપરાંત એક ઓસ્ટ્રેલિયાઇ ક્રિકેટરના માતા-પિતા પણ પ્રીતિ-વાડિયા વિવાદના સમયે હાજર હતા. જો કે ક્રિકેટરના માતા-પિતા ઓસ્ટ્રેલિયા પરત ફરી ચૂક્યા છે, એવામાં પોલીસ તપાસમાં મદદ માટે તેમને ઇમેલ મોકલવાની તૈયારીમાં છે.

સૂત્રોના અનુસાર પોલીસ છ અને પ્રત્યક્ષદર્શિઓ સાથે પૂછપરછ કરવાની તૈયારીમાં છે. આ સાક્ષી ટીમના સભ્ય અને વાનખેડે સ્ટેડિયમનો સ્ટાફ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રીતિ ઝિંટાએ મંગળવારે સાંજે નેસ વાડિયાના વિરૂદ્ધ પોતાનું નિવેદન દાખલ કર્યું. પ્રીતિ ઝિંટાનું નિવેદન વાનખેડે સ્ટેડિયમમાં નોધવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે અભિનેત્રીએ પોતાના પૂર્વ પુરૂસઃઅ મિત્ર નેસ વાડિયા પર છેડતી કરવાનો આરોપ લગાવ્યો છે. પ્રીતિ ઝિંટાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે તેમની સાથે ગેરવર્તણૂક થઇ છે. ઘટનાના સમયે સ્ટેડિયમમાં પ્રીતિ ઝિંટાના મિત્ર જીને વચ્ચે-વચ્ચે બચાવ કર્યો. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રીતિ ઝિંટા-નેસ વાડિયા કેસમાં જીન મુખ્ય સાક્ષી છે.

જાણકારી અનુસાર મુંબઇ પોલીસે મંગળવારે કારોબારી નેસ વાડિયા વિરૂદ્ધ દાખલ છેડતીના કેસમાં અભિનેત્રી અને તેમની પૂર્વ પ્રેમિકા પ્રીતિ ઝિંટાનું નિવેદન દાખલ કર્યું છે. પ્રીતિ ઝિંટા પોતાના વકિલની સાથે સાંજે લગભગ 6.40 વાગે દક્ષિણી મુંબઇ સ્થિત વાનખેડે સ્ટેડિયમ પહોંચી જ્યાં પોલીસે સુરક્ષાની આકરી વ્યવસ્થા કરી હતી. આ વ્યવસ્થા મીડિયા અને તમાશબીન ભીડના લીધે કરવામાં આવ્યા હતા. મરીન ડ્રાઇવ પોલીસે નેસ વાડિયા વિરૂદ્ધ દાખલ કરાવવામાં આવેલા કેસને લઇને દોઢ કલાકથી વધુ સમય સુધી પ્રીતિ ઝિંટાનું નિવેદન દાખલ કરવામાં આવ્યું. બીજી તરફ ક્રાઇમ બ્રાંચે ગેંગસ્ટર રવિ પુજારી દ્વારા નેસ વાડિયાના સચિવોને કથિત રીતે ધમકીભર્યા ફોન કરવાના મુદ્દે નિવેદન લેવામાં આવ્યું.

પ્રીતિ ઝિંટાએ સ્ટેડિયમ પરિસરમાં હાલ બીસીસીઆઇ ઓફિસમાં રાત્રે 8.20 વાગે પોતાનું નિવેદન દાખલ કરાવ્યું છે. પછી લગભગ 20 મિનિટ સુધી તેમણે સ્ટેડિયમની અંદર ઘટનાક્રમનું ફરી નાટકીય રૂપાંતરણ કરીને પોલીસની મદદ કરી. પ્રીતિ ઝિંટાના કેસની તપાસ સાથે જોડાયેલા અધિકારીએ કહ્યું કે અભિનેત્રી સ્પષ્ટતાપૂર્વક જવાબ આપી રહી છે. તપાસ અધિકારીઓએ 39 વર્ષની પ્રીતિ પાસે તે સ્થળની જાણકારી આપવા માટે કહ્યું હતું જ્યાં આ કથિત ઘટના થઇ હતી. પોલીસે તેમની પાસે જાણવાનો પ્રયત્ન કર્યો કે ઘટના સમયે ત્યાં આસપાસ કયા લોકો હાજર હતા.

પોલીસ સમક્ષ કરવામાં આવેલી લેખિત ફરિયાદમાં પ્રીતિ ઝિંટાએ દાવો કર્યો છે કે મેં મારી સીટ છોડી દિધી, પરંતુ તે (નેસ વાડિયા) મારી પાસે બેસી ગયા તથા બૂમો પાડવાનું શરૂ કરી દિધું અને બધાની સામે મને અપશબ્દ બોલવા લાગ્યા. અધિકારીઓએ કહ્યું કે અમે જાણવા માંગીએ છીએ કે તે સ્ટેડિયમમાં ક્યાં બેઠી હતી અને જે બધા લોકો વિશે વાત કરી રહી છે તે લોકો કોણ છે. પોલીસના અનુસાર ત્રણ અલગ-અલગ સ્થળો પર નેસ વાડિયાની સાથે થયેલી તકરારની વાત કરી છે. આ કથિત ઘટના ગત 30 મેની છે. અભિનેત્રીએ આરોપ લગાવ્યો છે કે તેમની સાથે છેડતી થઇ.

પોલીસ તેમને કહ્યું કે તે આ ત્રણેય સ્થળો વિશે જણાવે જ્યાં બંને વચ્ચે કથિત રીતે બોલાબાલી થઇ અને પછી વિવાદ વધી ગયો તથા કઇ વાતને લઇને બોલચાલ થઇ. પોલીસે તેમની પાસે 30 મે પહેલાં નેસ વાડિયાની સાથે ઇ-મેલની આપ-લેની જાણકારી આપવા માટે કહ્યું હતું. એક પોલીસ અધિકારી કહ્યું કે પોલીસે ઘટનાવાળા દિવસે ગરવાડે પેવેલિયનમાં સીટ શેયરિંગ સાથે જોડાયેલ વિવરણ આપવા માટે પણ કહ્યું હતું. 30 મેના રોજ નેસ વાડિયાનો જન્મદિવસ હતો.

પ્રીતિ ઝિંટાએ જણાવ્યું હતું કે કેટલીક સીટો પર તે અને તેમના મિત્ર બેસેલા હતા તથા કેટલાકને નેસ વાડિયાએ પોતાના, પરિવાર ને મિત્રો માટે બુક કરાવ્યા હતા. બીજી તરફ મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાંચે અભિનેત્રીને પૂછ્યું કે શું તે રવિ પુજારી નામક કોઇ વ્યક્તિને જાણે છે અથવા શું તેમને તેની સાથે ક્યારેય વાત કરી છે. તપાસ અધિકારીએ પહેલાં જ સંકેત આપ્યા હતા કે પ્રીતિ ઝિંટાનું નિવેદન લીધા બાદ નેસ વાડિયાને પૂછપરછ માટે બોલાવવામાં આવશે.

English summary
Three days after gangster Ravi Pujari allegedly called up the Wadias asking them not to "harass" actor Preity Zinta, the Wadia Group lodged a fresh complaint with the police saying it had got four more calls from the same number.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more