For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'પ્રધાનમંત્રી મોર સાથે બિઝી છે માટે કોરોનાથી પોતાનો જીવ જાતે બચાવો': રાહુલ ગાંધી

કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના પહેલા રાજકીય ટ્વિટમાં એક વાર ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે વિદેશ પહોંચેલા કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના પહેલા રાજકીય ટ્વિટમાં એક વાર ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે. તેમણે દેશમાં કોરોના સંક્રમિતોનો હવાલો આપીને કહ્યુ કે પ્રધાનમંત્રી મોર સાથે વ્યસ્ત છે માટે દેશવાસી પોતાનુ જીવન ખુદ બચાવે. તેમણે મોદી સરકારના આત્મનિર્ભર અભિયાનની ટીકા કરીને કહ્યુ કે આત્મનિર્ભર બનો એટલે કે પોતાનો જીવ ખુદ બચાવી લો. વર્તમાનમાં દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 48 લાખને પાર કરી ગઈ છે અને 80 હજાર દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. જો કે આ દરમિયાન લગભગ 6 કરોડ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે.

રાહુલ ગાંધીએ વધતા કોરોના કેસને એક વ્યક્તિના અહંકારની ભેટ ગણાવી

રાહુલ ગાંધીએ વધતા કોરોના કેસને એક વ્યક્તિના અહંકારની ભેટ ગણાવી

ભારતમાં લાગુ કરવામાં આવેલ શરૂઆતના લૉકડાઉનને અનિયોજિત ગણાવીને રાહુલ ગાંધીએ તેને એક વ્યક્તિના અહંકારની ભેટ ગણાવતા કહ્યુ કે ભારતમાં આ સપ્તાહ કોરોના સંક્રમિતોની સંખ્યા 50 લાખ પહોંચી જશે અને સક્રિય કેસોની સંખ્યા 10 લાખને પાર કરી જશે. આ પહેલા પણ ઘણા ટ્વિટ અને વીડિયો દ્વારા રાહુલ ગાંધી લૉકડાઉનને ફેલ ગણાવી ચૂક્યા છે અને પ્રધાનમંત્રી મોદીના નિર્ણયને અર્થવ્યવસ્થા ચોપટ કરનાર ગણાવી ચૂક્યા છે.

રાહુલ ગાંધીનુ આ નિવેદન લાંબા સમય બાદ દેશની સંસદ ખુલવા પર સામે આવ્યુ

રાહુલ ગાંધીનુ આ નિવેદન લાંબા સમય બાદ દેશની સંસદ ખુલવા પર સામે આવ્યુ

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીનુ આ નિવેદન ત્યારે આવ્યુ છે જ્યારે લાંબા સમય બાદ દેશની સંસદ ખુલી છે અને ચોમાસુ સત્ર શરૂ થયુ છે. જો કે ચોમાસા સત્રની શરૂઆતના સમયે કોંગ્રેસ અંતરિમ અધ્યક્ષ અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ બંનેની સંસદમાં ઉપસ્થિતિ નથી. કોંગ્રેસ પાર્ટી તરફથી જારી એક નિવેદન અનુસાર સોનિયા ગાંધી પોતાના વાર્ષિક મેડિકલ ચેકઅપ માટે વિદેશ ગયા છે અને તેમની સાથે રાહુલ ગાંધી પણ વિદેશ પ્રવાસ પર છે.

રાહુલે PM મોદીના ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયો કર્યો ઉલ્લેખ

રાહુલે PM મોદીના ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયો કર્યો ઉલ્લેખ

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી પ્રધાનમંત્રી મોદીના ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ એ વીડિયોનો ઉલ્લેખ કર્યો છે જેમાં તેઓ રાષ્ટ્રીય પક્ષી મોર સાથે બેઠા છે. આ વીડિયો હિંદીમાં લખેલી એક કવિતા સાથે શેર કરવામાં આવ્યો હતો જેમાં પ્રધાનમંત્રી નિવાસ લોક કલ્યાણ માર્ગમાં પ્રધાનમંત્રી મોદી મોર સાથે બેઠેલા બતાવવામાં આવ્યા છે.

કોરોના મહામારીના પગલે ઑક્સિજન સિલિન્ડરોના ભાવમાં 2.5 ગણો વધારોકોરોના મહામારીના પગલે ઑક્સિજન સિલિન્ડરોના ભાવમાં 2.5 ગણો વધારો

English summary
Prime Minister is busy with Peacock, so the countrymen should save their own lives: Rahul Gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X