30 ડિસેમ્બર બાદ તમારા વિચારનું ભારત આપીશ: પીએમ મોદી

Subscribe to Oneindia News

ગોવામાં મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના ઉદઘાટન પ્રસંગે પીએમ મોદીએ ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરને 'રત્ન' ગણાવ્યા. તેમણે કહ્યું કે પરિકરજીને કારણે OROPના લાગૂ થઇ શક્યુ.

modi


પીએમ મોદીનું સંબોધન


અમે બેનામી મિલકત ધરાવતા લોકો પર હુમલો બોલાવવાના છે. આ સંપત્તિ દેશના ગરીબોની છે. 30 ડિસેમ્બર બાદ તમારા વિચારોનું ભારત આપીશ.


બીજા દેશો સાથે થયેલી જૂની સમજૂતીઓમાં બદલાવ કરવો જરુરી હતો જે મે કર્યો. સત્તા સંભાળતા જ મે કાળાનાણા મુદ્દે SIT બનાવી કારણકે લોકોને મારી પાસે ઘણી અપેક્ષાઓ છે.


8 તારીખે દેશના લાખો લોકો આરામથી ઉંઘી રહ્યા હતા. હવે લોકો ઉંઘની ગોળીઓ ખરીદવા જાય છે, ગોળીઓ નથી મળતી. ગોવા શિપયાર્ડ ફેઝ-3 પર કહ્યુ કે સુરક્ષા ક્ષેત્રમાં ભારત પોતાના પગ પર ઉભુ છે.


હું એ યુવાઓનું પણ અભિવાદન કરુ છુ કે જે બેંકોની લાઇનમાં ઉભેલા લોકોની મદદ કરી રહ્યા છે.


હું દેશના લાખો-કરોડો લોકોના ધૈર્યને સલામ કરુ છુ. હું દેશના બેંક કર્મચારીઓને સલામ કરુ છુ.


21 મી સદીનુ ગોવા ભારતનો ચહેરો બદલી નાખશે. ગોવા એક પાવર સ્ટેશન બની જશે. મોપા એરપોર્ટ શરુ થવાથી લોકોની અવરજવર વધશે અને ગોવા પ્રવાસન મજબૂત બનશે.


ગોવામાં ઘણી મહત્વની યોજનાઓ ચાલી રહી છે. આજે અહીં 3 પ્રોજેક્ટસનો આરંભ થઇ રહ્યો છે.


ભારતના નાના રાજ્યો ઝડપથી વિકાસ કરી રહ્યા છે અને ગોવા તેમાં સૌથી આગળ છે.


ગોવામાં બ્રિક્સ સંમેલનના સફળ આયોજન કરવા માટે અહી હાજર ટીમને અભિનંદન આપવા ઇચ્છુ છુ.


રાજકીય અસ્થિરતાએ ગોવાનો વિકાસ થવા દીધો નહોતો પરંતુ વર્તમાન સરકારે રાજ્યમાં સ્થિરતા લાવી.

modi

આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગોવાના પણજીમાં પહોંચ્યા છે. તેઓ આજે અહીંના ઉત્તરી ગોવાના પેરનેમમાં મોપા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું શિલાન્યાસ કરશે અને ઇલેક્ટ્રોનિક શહેરની પણ આધારશિલા મૂકશે. ત્યારબાસ પીએમ શ્યામા પ્રસાદ મુખર્જી ઇનડોર સ્ટેડિયમમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમને સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીની છેલ્લા બે મહિનામાં ગોવાની આ બીજી યાત્રા છે. તેઓ આ પહેલા ઓક્ટોબરમાં બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા પહોંચ્યા હતા.

English summary
Prime Minister Narendra Modi arrived in Goa on Sunday on a brief visit to lay foundation for two major projects
Please Wait while comments are loading...