પીએમ મોદી-ઈમેનુએલ મેક્રોં બન્યા ‘ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ', UN એ કર્યા સમ્માનિત
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોંને સૌથી મોટા પર્યાવરણ સમ્માન 'ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ' થી નવાઝવામાં આવ્યા છે. પીએમ મોદીને આ સમ્માન તેમની પોલિસી લીડરશીપ કેટેગરીમાં મળ્યુ છે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોંને આ સમ્માન ઈન્ટરનેશનલ સોલર અલાયન્સ અને પર્યાવરણના મોરચે ઘણા મહત્વપૂર્ણ કાર્યો માટે આપવામાં આવ્યુ છે. તેમના ઉપરાંત પાંચ અન્ય વ્યક્તિઓ અને સંગઠનોને પણ આનાથી સમ્માનિત કરવામાં આવ્યા છે.

પીએમ મોદી અને ઈમેનુએલ મેક્રોં બન્યા ‘ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ'
આ વિશે વાત કરતા યુએન એ કહ્યુ કે ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોંએ પર્યાવરણ માટે વૈશ્વિક સમજૂતી કરી તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2022 સુધીમાં પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે ખતમ કરવાની લીધેલી શપથ માટે આ સમ્માન આપવામાં આવ્યુ છે.
આ પણ વાંચોઃ સરકારે વધારી ઈમ્પોર્ટ ડ્યુટી, ફ્રિઝ, એસી, વોશિંગ મશીન સહિત 19 વસ્તુઓ મોંઘી
|
પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરતા ટ્વિટ કર્યુ
આ સમ્માન માટે પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરતા ટ્વિટ કર્યુ છે. તેમણે કોચ્ચિ એરપોર્ટને સમ્માન મળવા પર પણ ખુશી વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે કેરળના કોચ્ચિ ઈન્ટરનેશનલ એરપોર્ટને પણ સસ્ટેનેબલ એનર્જીની દિશામાં આગળ વધવાના કારણે સમ્માનિત કરવામાં આવ્યુ છે.
|
આ દરેક ભારતીય માટે ગર્વની વાત છેઃ અમિત શાહ
પ્રધાનમંત્રી મોદીને મળેલા આ સમ્માન પર ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યુ છે કે આ દરેક ભારતીય માટે ગર્વની વાત છે કે પીએમ મોદીને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ‘ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ' થી નવાઝવામાં આવી રહ્યા છે. યુએનનું આ સર્વોચ્ચ સમ્માન એ લોકોને આપવામાં આવે છે જેમના પ્રયત્નોથી પર્યાવરણમાં ફેરફાર લાવનાર પ્રભાવ પડે છે.
આ પણ વાંચોઃ આધાર પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રાજકીય પક્ષોએ શું કહ્યુ?