• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘પૂર્વ ભારતનો ગેટવે બનશે કાશી, ‘પર્યટનથી પરિવર્તન' અભિયાન ચાલુ છે': મોદી

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રવાસે છે જ્યાં તેમણે બીએચયુમાં એક રેલીને સંબોધિત કરતા કહ્યુ કે વારાણસીમાં 'પર્યટનથી પરિવર્તન' અભિયાન સતત ચાલુ છે. બનારસ હિંદુ યુનિવર્સિટીમાં પીએમ મોદીએ 557 કરોડ રૂપિયાની યોજનાઓનું શિલાન્યાસ કર્યુ. આ દરમિયાન લોકોને સંબોધિત કરતા તેમણે મોટુ એલાન કરતા કહ્યુ કે કાશીને પૂર્વ ભારતના ગેટવે તરીકે વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કાશીમાં આ ફેરફારની અસર જોવા મળી રહી છે. પહેલા કાશીને બાબા ભોલેનાથના ભરોસે છોડી દેવામાં આવ્યા હતા.

કાશીમાં મને ખૂબ પ્રેમ મળ્યોઃ પીએમ મોદી

કાશીમાં મને ખૂબ પ્રેમ મળ્યોઃ પીએમ મોદી

કાશીની બનારસ હિંદુ યુનિવર્સિટીમાં વિવિધ યોજનાઓના શિલાન્યાસના અવસર પર લોકોને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે કાશીમાં મને ખૂબ પ્રેમ મળ્યો. જ્યારે હું અહીં આવતો હતો ત્યારે વિજળીના લટકતા તાર જોઈને વિચારતો હતો કે કાશીને આમાંથી ક્યારે આઝાદી મળશે. આજે આ ફેરફાર જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યુ કે મે કાશીમાં ફેલાયેલી અવ્યવસ્થાને ચારે તરફથી વિકાસમાં બદલવા વિશે વિચાર્યુ હતુ. આજે મને સંતોષ છે કે અમે બાબા વિશ્વનાથના આશીર્વાદથી કાશીના વિકાસને નવી દિશા આપવામાં સફળ થયા છે.

આ પણ વાંચોઃ કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામુ આપનાર અજય માકન ગાંધી પરિવારની નજીકઆ પણ વાંચોઃ કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામુ આપનાર અજય માકન ગાંધી પરિવારની નજીક

‘વારાણસીનું બીએચયુ પૂર્વ ભારતના હેલ્થ હબ તરીકે ઉભરી રહ્યુ છે'

‘વારાણસીનું બીએચયુ પૂર્વ ભારતના હેલ્થ હબ તરીકે ઉભરી રહ્યુ છે'

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે તમે ભલે મને પ્રધાનમંત્રી સમજો પરંતુ એક સાંસદ તરીકે પોતાના સંસદીય ક્ષેત્રમાં કરાયેલા કામોનો હિસાબ આપવો મારી ફરજ છે. તેમણે કહ્યુ કે વારાણસીનું બીએચયુ પૂર્વ ભારતના હેલ્થ હબ રૂપે ઉભરી રહ્યુ છે. આગળ પણ ઘણા પગલાં આને હેલ્થ હબ બનાવવા માટે લેવામાં આવશે. કાશીમાં વિવિધ પ્રકારની મેડીકલ સંસ્થાઓના વિકાસથી બીજા રાજ્યોના લોકોને પણ ઘણો ફાયદો થશે. બનારસમાં અટલ ઈન્ક્યુબેશન સેન્ટરનો શિલાન્યાસ કરવામાં આવ્યો આનાથી સ્ટાર્ટઅપ્સને ફાયદો થશે.

‘સરકારની યોજના કાશીને વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી જોડવાની છે'

‘સરકારની યોજના કાશીને વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી જોડવાની છે'

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે ભારત સરકારની યોજના કાશીને વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી જોડવાની છે. અહીં રિંગ રોડ બનાવવાની યોજના છે. આ રિંગ રોડ બનવાથી કાશી જ નહિ આસપાસના બીજા જિલ્લાઓને પણ ફાયદો થશે. બનારસના વિકાસથી બિહાર, નેપાળ અવર-જવરમાં પણ સરળતા રહેશે. પ્લેનથી બનારસ આવતા પર્યટકોની સંખ્યામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યુ કે સ્માર્ટ બનારસમાં ટ્રાન્સપોર્ટ પર જોર આપવામાં આવી રહ્યુ છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે દેશના અન્ય શહેરોથી વારાણસીની રેલ કનેક્ટિવિટી છેલ્લા કેટલાક વર્ષોમાં વધી છે. વારાણસીને છપરા અને અલાહાબાદથી જોડવાના ટ્રેકનું ડબલિંગનું કામ ચાલી રહ્યુ છે. વારાણસીથી નવી દિલ્હી, વડોદરા અને પટના જવા માટે મહામના જેવી ટ્રેનો ચલાવવામાં આવી છે.

‘સ્માર્ટ બનારસ-સ્માર્ટ ટ્રાન્સપોર્ટ પર જોર આપવામાં આવી રહ્યુ છે'

‘સ્માર્ટ બનારસ-સ્માર્ટ ટ્રાન્સપોર્ટ પર જોર આપવામાં આવી રહ્યુ છે'

વારાણસીમાં થઈ રહેલા ફેરફારનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યુ કે વારાણસીમાં મોટી અને મુખ્ય ઈમારતોનો વિકાસ અને સૌંદર્યીકરણ કરવામાં આવ્યુ છે. જાપાનના પ્રધાનમંત્રી શિંજો એબે સહિત ઘણા વિદેશી નેતાઓએ વારાણસીની પ્રશંસા કરી છે. જાપાને તો કાશીને કન્વેન્શન સેન્ટરની ભેટ પણ આપી છે. આજે વારાણસી એલઈડીની રોશનીથી ઝગમગી રહ્યુ છે. એલઈડીથી અહીંના લોકોના વિજળી બિલોમાં ઘટાડો થયો છે.

આ પણ વાંચોઃ નેસ વાડિયાએ છેડતીનો કેસ પાછો લેવાની માંગ કરી, પ્રીતિ ઝિંટાએ કર્યો ઈનકારઆ પણ વાંચોઃ નેસ વાડિયાએ છેડતીનો કેસ પાછો લેવાની માંગ કરી, પ્રીતિ ઝિંટાએ કર્યો ઈનકાર

English summary
Prime Minister Narendra Modi rally in BHU, Varanasi says Efforts to develop Varanasi as Gateway of Eastern India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X